ફિલ્મ આદિપુરુષનું ટીઝર જોતા જ ભડક્યો શક્તિમાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-07 13:07:03
  • Views : 329
  • Modified Date : 2022-10-07 13:07:03

છેલ્લાં ઘણાં સમયથી ફિલ્મમેકર ઓમ રાઉતની બોલિવૂડ ફિલ્મ આદિપુરુષ ચર્ચામાં છે. આ ફિલ્મમાં એક્ટર પ્રભાસ, ક્રિતિ સેનન અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. રામાયણ આધારિત આ ફિલ્મ 'આદિપુરુષ' વર્ષ ૨૦૨૩ની ૧૨મી જાન્યુઆરીએ રિલીઝ થશે. 'આદિપુરુષ'માં ભગવાન શ્રીરામના રોલમાં પ્રભાસ, રાવણના રોલમાં સૈફ અલી ખાન જ્યારે ક્રિતિ સેનન સીતા માતાના રોલમાં જાેવા મળશે. 'આદિપુરુષ'ના ડિરેક્ટર ઓમ રાઉતે કહ્યું હતું કે આ ફિલ્મમાં અસત્ય પર સત્યની જીત દર્શાવવામાં આવશે. ત્યારે હવે 'આદિપુરુષ'નું ટીઝર જાેતાં એક્ટર મુકેશ ખન્નાએ કહ્યું કે, હિન્દુ ધર્મના પાત્રોને બરબાદ કરવા માટે પૈસાનો ઉપયોગ કરશો નહીં. નહીં તો પરિણામ સારું નહીં આવે. હિન્દુ ધર્મના દેવી-દેવતાઓનો લૂક બદલશો તો ફિલ્મ નહીં ચાલે. તમામ ચેનલ પર એક જ વાત ચાલી રહી છે કે સૈફ અલી ખાન રાવણ નહીં પણ ખીલજી જેવો દેખાય છે. આ રાવણ જેવો નથી લાગતો. આ ફિલ્મ નહીં ચાલે. જાે તમને એવું લાગતું હોય કે માત્ર સ્પેશિયલ ઈફેક્ટસથી ફિલ્મ ચાલી જશે તો ખોટું છે. ૧૦૦ અથવા ૧ હજાર કરોડ ખર્ચીને રામાયણ બની શકે નહીં. રામાયણ તેના મૂલ્યો, આસ્થા, લૂક અને ડાયલોગ પર તૈયાર થાય છે.

Download Our B K News Today App



Related News