કોરોનાની વેબસાઈટ પર છબરડા, કોરોના એક્ટિવ કેસ જીરો થઈ જતા ગ્રીન સિગ્નલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-05 10:41:35
  • Views : 759
  • Modified Date : 2020-08-05 10:41:35

    રાજ્ય સરકારની કોરોનાની જાણકારી સંબંધિત સરકારી વેબસાઇટમાં મંગળવારે ક્ષતિ સર્જાતા બનાસકાંઠાનું ચિત્ર અલગ જ દેખાયું હતું. જેમાં કોરોના એક્ટિવ કેસ જીરો થઈ જતા ગ્રીન સિગ્નલ દેખાવા લાગ્યું હતું અને જિલ્લો કોરોનામુક્ત હોય તેમ લોકો સમજી બેઠા હતા. જોકે જિલ્લા આરોગ્ય વિભાગે તરત પુષ્ટિ કરી આ ક્ષતિ થઈ હોવાનું જણાવ્યું હતું.સરકારી વેબસાઈટમાં બનાસકાંઠાની ક્ષતિઓ દર્શાવતી સ્લાઈડ દિવસભર સોશિયલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બની હતી. એક્ટિવ કેસોની સંખ્યા શૂન્ય બતાવાઈ હતી. જોકે હકીકત એનાથી સાવ વિપરીત છે. હાલમાં જિલ્લામાં ડીસા પાલનપુર કોવિડ હોસ્પિટલમાં તેમજ ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જોકે સેમ્પલ માત્ર ક્લોઝ હિસ્ટ્રી અને લક્ષણો ધરાવતા દર્દીઓના ડીસા, પાલનપુરની કોરોના ફલૂ ઓપીડીમાં લેવાઈ રહ્યા છે. જેમાં રોજે રોજ અનેક દર્દીઓ ઓપીડીમાં પોતાનું સેમ્પલ આપી રહ્યા છે અને ખાનગી લેબમાં અને સિટી સ્કેન સેન્ટર્સમાં પણ નિદાન કરાવી સારવાર મેળવી રહ્યા છે.પાલનપુર : જિલ્લામાં સોમવારે કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો ન હતો. જ્યારે મંગળવારે કોરોનાથી સંક્રમિત થયેલા પાલનપુરના ત્રણ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લાનો કોરોના પોઝિટિવ આંક 916એ પહોંચી ગયો છે. જેમાં પાલનપુરના વૃદ્ધ, 23 વર્ષિય યુવાન તેમજ 58 વર્ષિય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Download Our B K News Today App



Related News