કોરોનાની અસર વચ્ચે શેરબજાર હજુ હચમચી ઉઠે તેવા સાફ સંકેત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-02 14:06:01
  • Views : 427
  • Modified Date : 2020-03-02 14:06:01

કોરોનાની અસર વચ્ચે શેરબજાર હજુ હચમચી ઉઠે તેવા સાફ સંકેત

કોરોના વાયરસના કારણે દુનિયાભરના દેશોમાં ભારે હાહાકાર મચેલો છે ત્યારે આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં કોરોના વાયરસની માઠી અસર જાવા મળે તેવી શક્યતા છે. સાથે સાથે શેરબજારમાં હાલ ભારે અફડાતફડી રહી શકે છે. કોરોના વાયરસે  સપ્તાહમાં સમગ્ર દુનિયાના રોકાણકારોમાં તબાહી મચાવી દીધી છે. દુનિયાભરના ૫૦૦ અબજાપતિઓની સંપત્તિ ૪૪૪ અબજ ડોલર સુધી ઘટી ગઈ છે. શુક્રવારના દિવસે શેરબજારમાં સેંસેક્સે તેના ઇતિહાસમાં બીજા સૌથી મોટો ઘટાડો કર્યો હતો એ દિવસે સેંસેક્સમાં ૧૪૪૮ પોઇન્ટનો ઘટાડો થયો હતો જેથી એક જ દિવસમાં કારોબારીઓએ  લાખો કરોડો રૂપિયા ગુમાવી દીધા હતા. અમેરિકી શેર માર્કેટ ડાઉજાન્સમાં આ સપ્તાહમાં આશરે ૧૨ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. ૨૦૦૮માં આવેલી મંદી બાદ આ સૌથી મોટો ઘટાડો થયો છે. બજાર સાથે જાડાયેલા નિષ્ણાતો માની રહ્યા છે કે, આવતીકાલે જ્યારે કારોબાર ખુલશે ત્યારે જારદાર અફડાતફડી રહી શકે છે. બીએસઈના ૫૦૦ પૈકી ૪૭૦ શેર છેલ્લા દિવસે નકારાત્મક માહોલમાં બંધ થયા હતા. ત્રીજા ત્રિમાસિક માટેના ગ્રોથરેટમાં નજીવો સુધારો થયો છે. શેરબજારમાં બજારની ચાલ શું રહેશે તે બાબત પાંચ પરિબળો ઉપર આધારિત છે જેમાં અમેરિકી શેરબજારમાં સતત સાત સેશનમાં નોંધાયેલી મંદી, ચીનમાં મેન્યુફેક્ચરિંગ એÂક્ટવીટીની બાબત આધારિત રહેશે. આ સપ્તાહમાં કોરોના વાયરસને લઇને જે પ્રકારના અહેવાલ આવી રહ્યા છે તેનાથી દહેશત વધી ગઈ છે. કોરોના વાયરસે ધીમીગતિથથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. દુનિયાના અન્ય દેશોમાં પણ કોરોનાના કેસો ઝડપથી ફેલાઈ રહ્યા છે. કોરોનાની અસર જેટલી રહેશે તેટલા પ્રમાણમાં શેરબજારમાં પ્રતિકુળ અસર થરનાર છે. જીડીપીના ડેટા, કોરોના વાયરસ, એસબીઆઈ કાર્ડ આઈપીઓ સહિતના પરિબળો પણ અસર કરી શકે છે. ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય અર્થતંત્ર ૩૧મી ડિસેમ્બરના દિવસે પુરા થયેલા ત્રિમાસિક ગાળામાં ૪.૭ ટકા વધ્યો છે. કોરોના વાયરસથી વિશ્વના દેશેમાં મોતનો ંકડો ૩૦૦૦૦ની નજીક પહોંચી ગયો છે. અમેરિકી બજારો કરેક્શનના તબક્કામાં પહોંચી ચુક્યા છે. ડાઉજાન્સમાં ૧૨.૪ ટકાનો ઘટાડો થયો છે. એસએન્ડપી ૫૦૦૦માં ૧૧.૫ ટકાનો ઘટાડો થયો છે જ્યારે નાસ્ડેકમાં ૧૦.૫ ટકાનો ઘટાડો થયો છે. કોરોના વાયરસની Âસ્થતિને કાબૂમાં લેવામાં સફળતા મળી રહી નથી. જીડીપી ગ્રોથરેટ અકબંધ રહેલો છે. માર્ચ મહિનાના થોડાક દિવસમાં જ  ઓટો અને સિમેન્ટ બનાવતી કંપનીઓ દ્વારા તેમના આંકડા જારી કરવામાં આવનાર છે.ચોક્કસ શેરોમાં ઉથલપાથલ જાવા મળી શકે છે. નિફ્ટી ઓટોમાં એક જ સપ્તામહાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે. ચીનમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગતિવિધિ ફેબ્રુઆરી મહિનમાં રેકોર્ડ નીચી સપાટી પર પહોંચી ચુકી છે. ભારતમાં માઇક્રો ડેટા પણ જારી કરવામાં આવનાર છે. વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણકારો દ્વારા છેલ્લા સપ્તાહમં ૧૧૩૬૮.૭ કરોડ રૂપિયાના શેરની આપલેસ કરી છે છે. વેચવલી જારી રહી છે.


Download Our B K News Today App



Related News