સેન્સેકસે ૬૩૦૦૦ પોઇન્ટની સપાટી કુદાવીને ઇતિહાસ રચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-12-01 12:11:54
  • Views : 435
  • Modified Date : 2022-12-01 12:11:54


નિફ્ટીએ ૧૮૭૫૦ પોઇન્ટની ઉપર બંધ રહી, પીએસયુ બેંકોમાં નફાવસુલીના પગલે બેંક નિફ્ટીમાં સુધારો ધીમો પડ્યો
અમેરિકાની ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ
પોવેલે અર્થતંત્ર માટે સકારાત્મક સંકેતો આપ્યાના અહેવાલની
પાછળ વૈશ્વિક બજારોની પાછળ ભારતીય શેરબજારમાં ઉછાળો જાેવા મળ્યો હતો અને ભારતીય શેરબજારે ફરી એકવાર ઇતિહાસ રચ્યો હતો. જેમાં સેન્સેક્સે ઇતિહાસમાં પ્રથમ વખત ૬૩૦૦૦ પોઇન્ટની
સપાટી કુદાવી દીધી હતી. જ્યારે નિફ્ટી ૧૮૭૫૦ પોઇન્ટની ઉપર બંધ રહી હતી. જ્યારે ઇન્ટ્રાડેમાં નિફ્ટી ૧૮૮૦૦
પોઇન્ટની સપાટી કુદાવી હતી. આમ, નિફ્ટી ૧૯૦૦૦ પોઇન્ટ તરફ આગેકૂચ કરતી જાેવા મળી રહી છે. આવતીકાલે વીકલી એકસપાયરીના કારણે પીએસયુ બેન્કોમાં નફાવસુલી જાેવા મળી હતી. જેને બાદ કરતાં તમામ સેકટરોમાં તેજીનો દોર જાેવા મળ્યો હતો.
એટલું જ નહિં, શેરબજારમાં લાર્જકેપ શેરોની સાથે સાથે બ્રોડર માર્કેટમાં પણ ઉછાળો જાેવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સેસન્સથી બ્રોડર માર્કેટમાં નિરસ હવામાન જાેવાયું હતું.
ભારતીય શેરબજારમાં આજે નવેમ્બર મહિનાના અંતિમ દિવસે જાેરદાર ખરીદી જાેવા મળી હતી. આજે એફઆઇઆઇની રૂ. ૯૦૧૦ કરોડની ખરીદી જાેવા મળી હતી. જેની સામે ડીઆઇઆઇની રૂ. ૪૦૫૬ કરોડની વેચવાલી જાેવા મળી હતી. શેરબજારમાં આજના કારોબારના અંતે સેન્સેક્સ ૪૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૬૩,૧૦૦ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. તો નિફ્ટી ૧૪૦ પોઇન્ટના વધારા સાથે ૧૮,૭૫૮ પોઇન્ટ પર બંધ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરના સમયમાં ભારતીય શેરબજાર નવી ઊંચાઈએ સર કરી રહ્યું છે. આ સતત પાંચમું ટ્રેડિંગ સેશન છે જેમાં ભારતીય બજાર નવી ઊંચાઈએ પહોંચ્યું.

Download Our B K News Today App



Related News