સેન્સેક્સ 85 અંક વધીને 39,216 પર, નિફ્ટી 25 અંક પર 11,687 પર બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-18 18:10:40
  • Views : 434
  • Modified Date : 2019-07-18 18:19:17

શેરબજાર બુધવારે સતત ત્રીજા દિવસે ફાયદામાં રહ્યું હતું. સેન્સેક્સ 84.60 અંકના વધારા સાથે 39,215.64 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન 154 અંક વધીને 39,284.73 સુધી પહોંચ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 24.90 અંક પર 11687.50 પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં તે 44 અંક વધીને 11,706.65ના સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સના 30માંથી 14 અને નિફ્ટીના 50માંથી 21 શેર વધારા સાથે બંધ થયા હતા. એનએસઈ પર 11માંથી 9 સેકટર ઈન્ડેક્સ ફાયદામાં રહ્યાં. પીએસયુમાં સૌથી વધુ 1.1 ટકા તેજી આવી હતી. ઓટો ઈન્ડેક્સ સૌથી વધુ 1.02% નુકસાનમાં રહ્યો હતો.

Download Our B K News Today App



Related News