ભારતના જવાનોને ચીનની સેનાએ બંધક બનાવ્યા હોવાના અહેવાલ ખોટાઃ ભારતીય સેના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-24 18:04:17
  • Views : 614
  • Modified Date : 2020-05-24 18:04:17

આ અહેવાલોમાં કહેવાયુ હતુ કે, ભારતીય સેનાના કેટલાક સૈનિકોને ચીનની સેનાએ બધક બનાવ્યા છે.જેના જવાબમાં ભારતીય સેનાના પ્રવક્તા અમન આનંદે કહ્યુ હતુ કે, ભારતના જવાનોને અટકમાં લેવામાં આવ્યા હોય તેવી કોઈ ઘટના બની નથી.આ પ્રકારના અહેવાલોને અમે સંપૂર્ણપણે નકારી રહ્યા છે.જ્યારે મીડિયા આ પ્રકારના પાયાવિહોણા અહેવાલો પ્રકાશિત કરે છે ત્યારે નુકસાન દેશના હિતને જ થતુ હોય છે.આ અહેવાલમાં એવુ કહેવાયુ હતુ કે, ગયા સપ્તાહે  ભારતીય સેના અને ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની એક ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ચીનની સેનાએ તેમાંના કેટલાક જવાનોને બંધક બનાવી લીધા હતા.સેનાએ આ મામલે પીએમઓને જાણકારી આપી હતી અને પૈગોંગ લેક પાસે બનેલી આખી ઘટનાની જાણકારી આપી હતી.ચીન અને ભારતીય સેના વચ્ચેના ટકરાવ દરમિયાન ભારજતના જવાનોના હથિયારો છીનવી લેવાયા હતા.જોકે પાછળથી હથિયારો પાછા આપીને જવાનોને જવા દેવાયા હતા


Download Our B K News Today App



Related News