મિત્રો સાથે સેલ્ફી લેવા જતી વખતે પગ લપસી જતા ધો-10નો વિદ્યાર્થી નર્મદા કેનાલમાં ડૂબ્યો, આવતીકાલે ગણિતનું પેપર છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 11:20:16
  • Views : 438
  • Modified Date : 2020-03-11 11:20:16

 વડોદરા શહેર નજીક છાણી પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે સેલ્ફી લઇ રહેલા 3 મિત્રો પૈકી જતા એક કિશોરનો પગ લપસી જતા તે કેનાલમાં ડૂબી ગયો છે, વડોદરા ફાયર બ્રિગેડની ટીમે કિશોરની શોધખોળ હાથ ધરી છે. આ કિશોર ધો-10 માં અભ્યાસ કરે છે, હાલ તે બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે અને આજે  તેનું ગણિતનું પેપર છે. વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારના રોશનનગર સ્થિત અરબાઝ સફી પઠાણ (16) ધો-10માં અભ્યાસ કરે છે, હાલ તેની ધો-10ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, તેને બે પેપર આપ્યા હતા. અરબાઝ તેના મિત્રો સાથે મંગળવારે ઘરની બહાર નીકળ્યો હતો. તેઓ જ્યારે નર્મદા કેનાલ પાસે સેલ્ફી લઇ રહ્યા હતા, ત્યારે પગ લપસી જતા તે ડુબવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર ઓફિસર ઓમ જાડેજા તેમની ટીમ સાથે દોડી ગયા હતા અને કિશોરની શોધખોળ હાથ ધરી હતી. લાપતા થયેલા કિશોરના પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ફાયર ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, બપોરે 1 વાગ્યે અમને કોલ મળતા જ અમે સ્થળ ઉપર દોડી ગયા હતા અને કિશોરની શોધખોળ હાથ ધરી હતી. જોકે કિશોરનો હજી સુધી કોઇ પત્તો મળ્યો નથી.

Download Our B K News Today App



Related News