ગાંધીનગરની કિશોર ઇન્સ્ટિટ્યૂટમાં સેલ્ફ ડિફેન્સ સેમિનાર યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-10 14:54:07
  • Views : 459
  • Modified Date : 2020-02-10 14:54:07

ગાંધીનગરની કિશોર ઇન્સ્ટિટ્યૂટમાં  સેલ્ફ ડિફેન્સ સેમિનાર યોજાયો

 કિશોર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હમણાં જ પરીક્ષા પુરી થયી હોવાથી વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રહે તે માટે તારીખ ૯-૦૨-૨૦૨૦ ના રોજ ક્રિકેટ મેચનું આયોજન  તેમજ વિદ્યાર્થીનીઓ માટે સેલ્ફ ડિફેન્સ સેમિનાર અને ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં રિલીઝ થએલા મૂવી કે જે વિદ્યાર્થીનીઓને પ્રેરણા દાયક એવું મૂવી પંગા અને  વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક મૂવી તાનાજીનું આયોજન કરવાં આવ્યું હતું. જેમાં  વિદ્યાર્થીનીઓ માટેના સેલ્ફ ડિફેન્સ સેમિનારમાં ગ્રાન્ડ માસ્ટર ડાક્ટર ઉદયન આચાર્ય  અને તેમના  બે ખાસ સહાયક સાથે વિદ્યાર્થીનીઓને તાલીમ આપી હતી.  તમામ વિદ્યાર્થીનીઓએ આ સેમિનારમાં હાજર રહી ઉત્સાહ પૂર્વક આ તાલીમમાં ભાગ લીધો હતો. આ પ્રકારની પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓ માનસિક રીતે તણાવ મુક્ત થઈ અને આવનારી બોર્ડની પરીક્ષા માટે તણાવમુક્ત વાતાવરણમાં તૈયારી કરી શકે એવા હેતુંથી આયોજન કરવામાં આવેલ. આ આયોજનને સફળ બનાવવા માટે કિશોર ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી કિશોરસિંહ રાજપૂત, અજયસિંહ રાજપૂત, બળવંતસિંહ રાજપૂત, પ્રતીક, એચ.આર. પંડ્યા તેમજ તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.


Download Our B K News Today App



Related News