PM મોદીએ શેખ હસીના સાથે મુલાકાત કરી, 3 પ્રોજેક્ટ પર થયા કરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-05 17:45:17
  • Views : 445
  • Modified Date : 2019-10-05 17:45:17

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વીપક્ષીય સંબંધો નવા મુકામે પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ આજે નવી દિલ્હીમાં મુલાકાત કરી.આ દરમિયાન બંને દેશો વચ્ચે ત્રણ પ્રોજેક્ટ પર કરાર થયા છે.પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે પીએમ શેખ હસીનાની સાથે વધુ ત્રણ પ્રોજેક્ટનો શુભારંભ કરવાનો મને આનંદ છે. આજના ત્રણેય પ્રોજેક્ટ ત્રણ અલગ-અલગ ક્ષેત્રોમાં છે.એલપીજી ઈમ્પોર્ટ, વોકેશનલ ટ્રેનિંગ અને સોશ્યલ ફેસિલિટીના ક્ષેત્રમાં પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે.છેલ્લા એક વર્ષમાં અમે વીડિયો લિંકથી 9 પ્રોજેક્ટને લૉન્ચ કર્યા. આજના ત્રણ પ્રોજેક્ટને જોડીને એક વર્ષમાં અમે એક ડઝન જોઈન્ટ પ્રોજેક્ટ લૉન્ચ કર્યા છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના ગુરૂવારથી ચાર દિવસીય ભારતના પ્રવાસે છે. 


Download Our B K News Today App



Related News