મહેસાણા, પિલવાઇ અને પઢારિયા પાસે કારમાં લવાતો રૂ.3.46 લાખનો દારૂ જપ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-26 13:45:26
  • Views : 351
  • Modified Date : 2020-09-26 13:45:26

        પોલીસે મહેસાણા, પિલવાઇ અને પઢારિયા નજીકથી કારમાં લવાતો રૂ.3.46 લાખનો વિદેશી દારૂ ઝડપી કાર્યવાહી કરી છે. મહેસાણાનો બુટલેગર કનુ ઠાકોર કારમાં વિદેશ દારૂ ભરી ઊંઝા તરફથી મહેસાણા ટીબી રોડ જનાર છે તેવી બાતમીના આધારે એલસીબીએ શિલ્પા ગેરેજની ચોકડી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન સર્વિસ રોડ પરથી પસાર થતી કાર (જીજે 6જેક્યુ 0443)ને અટકાવી ગાડીનો કાચ ફોડી પ્રભાતજી ઉર્ફે લાલો ભવાનજી ઠાકોરને ઝડપી તપાસ કરતાં રૂ.2.19 લાખનો વિદેશીદારૂ અને બિયર મળી આવ્યો હતો. હતો. જ્યારે કામલપુરથી પઢારિયા તરફ સફેદ રંગની ગાડી દારૂ ભરીને જઇ રહ્યાની બાતમીથી પોલીસે વોચ ગોઠવી પઢારિયા ગામ નજીક નાળા પાસે ડ્રાઇવર કાર મૂકીને ભાગી ગયો હતો. જે કારમાંથી રૂ.1.13 લાખનો દારૂ મળી આવ્યો હતોવિજાપુર પોલીસે કણભા રોડ પરથી શંકાના આધારે કાર (જીજે 09 બીએ 3601)નો પોલીસે પીછો કરતાં ડ્રાઇવર પિલવાઇ કોલેજ સામે નેળિયામાં કાર મૂકીને ભાગી ગયો હતો. પોલીસે ડેકીના ભાગે દારૂ ટપકતો જોઇ બમ્પરના ભાગે સ્ક્રૂ ખોલી અંદર જોતાં ચોરખાનુ બનાવેલું હતું અને તેમાંથી રૂ.13,836નો દારૂ મળી આવ્યો હતો.

Download Our B K News Today App



Related News