પેટ્રોલના વધતા ભાવ જોઈને બોસે દરિયાદિલી દેખાડી, કર્મચારીઓને બોનસમાં આપ્યા 71 લાખ રૂપિયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-21 12:46:20
  • Views : 267
  • Modified Date : 2022-04-21 12:46:20

પેટ્રોલના વધતા ભાવને લઈને કર્મચારીઓને ખુશખબર

કંપનીની બોસે કર્મચારીઓને આપ્યું તગડુ બોનસ

દરેક કર્મચારીને 83 હજાર રૂપિયા આપ્યા

એક કંપનીના બોસે પોતાના તમામ સ્ટાફને લગભગ 83-83 હજાર રૂપિયા બોનસ આપ્યું છે. જેથી પેટ્રોલના વધતા ભાવથી તેમના દરરોજના ખર્ચા પર માઠી અસર ન પડે. બોસે આ પ્રકારની જાહેરાત કરતા જ તમામ સ્ટાફે તેમને સ્ટેંડિંગ ઓવેશન આપ્યું હતું.

 

આ કિસ્સો બ્રિટેના સ્ટોક શહેરનો છે. અહીં એક ઈલેક્ટ્રિક મોટર રિપેયર શોપના બોસ મૈટ ફ્લેચરે કહ્યું કેપેટ્રોલ અને ગેસના વધતા ભાવથી થઈ રહેલી મુશ્કેલીઓથી પોતાના સ્ટાફને મદદ કરવા માગતો હતો.

મૈટે આ અંગે જણાવ્યું હતું કે, અમે લોકો સારી કંડિશનમાં છીએ, છેલ્લા બે વર્ષમાં કંપનીનો ગ્રોથ સારો એવો રહ્યો છે. તમામ લોકોએ ખૂબ મહેનત કરી છે. તેલ અને ગેસના ભાવ વધે છે, તેમાં આપણે તો કંઈ કરી શકતા નથી, પણ તેના નિવારણ માટે હું મારા સ્ટાફને મદદ કરવા માગુ છું.વધુમાં જણાવ્યું છે કે, સ્ટાફના લોકો સ્કિલ સાથે જોડાયેલુ કામ કરે છે, એટલા માટે સૌને સારી એવી સેલરી આપવામાં આવે છે. પણ મેનેજમેન્ટ તમામ કર્મચારીઓને એપ્રિશિએટ કરવા માગતી હતી અને મોંઘવારીથી છૂટકારો મેળવવા માટે લોકોની મદદ કરવા માગતી હતી.

કર્મચારીઓ ખુશ થઈ ગયા

મૈટે કહ્યું કે, જ્યારે અમે બોનસની જાણકારી સ્ટાફને આપી તો, તે લોકો શાંત હતા. ત્યાર બાદ આ લોકોએ અમને સ્ટેંડિંગ ઓવેશન આપ્યું હતું. અમે તેમને સારી એવી સેલરી આપી છીએ. પણ આવું પહેલી વાર થયું છે, જ્યારે અમે અમારા કર્મચારીઓને બોનસ આપ્યું છે. 

આપની જણાવી દઈએ કે, મૈટની કંપનીમાં 86 નો સ્ટાફ છે. તમામને 83-83 હજાર રૂપિયા આપવામાં કંપનીને લગભગ 71 લાખ રૂપિયા ખર્ચ થયા છે.બોનસને લઈને સ્ટાફે કહ્યું તેનાથી મોટી મદદ મળશે. ઈલેક્ટ્રોમેકેનિકલ એન્જીનિયર ઈયાન હંટે કહ્યું કે, જ્યારે અમને બોનસની જાણકારી આપવામાં આવી તો અમે ચોંકી ગયા હતા.

 

 

Download Our B K News Today App



Related News