RTE હેઠળ પ્રવેશમાં વધારાના દસ્તાવેજો ન માંગવા : શાળાઓને આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-03 17:38:33
  • Views : 35
  • Modified Date : 2025-05-03 17:38:33

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 2025-26ના વર્ષ માટે પ્રથમ રાઉન્ડના પ્રવેશની ફાળવણી સરકાર દ્વારા કરી દેવામા આવી છે. બાળકોના પ્રવેશ કન્ફર્મેશન માટે જતા વાલીઓ પાસેથી ખોટા કે વધારાના કોઈ પણ દસ્તાવેજ ન માંગવા માટે શાળાઓને આદેશ કરવામા આવ્યો છે.

ડીઈઓ દ્વારા તમામ ખાનગી શાળાઓને આરટીઈના પ્રવેશને લઈને પરિપત્ર કરવામા આવ્યો છે અને સૂચના આપવામા આવી છે કે, આરટીઈમાં જેટલા બાળકોને પ્રવેશ ફાળવાયો છે તેટલા બાળકોના વાલીઓ સ્કૂલમાં પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે આવે ત્યારે તેઓ પાસેથી જરૂર હોય તેટલા જ ડોક્યુમેન્ટની ઓરિજનલ કોપી માંગવામા આવે.

એડમિટ કાર્ડમાં જણાવ્યા સિવાયના વધારાના કોઈ પણ ખોટા ડોક્યુમેન્ટ કે દસ્વાતેજ વાલી પાસેથી માંગવામા ન આવે. બાળકોને પ્રવેશ આપી દેવાની કાર્યવાહી 8મી મે સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. પ્રવેશ કન્ફર્મ થતા વાલીને ફરજીયાત પહોંચ આપવાની રહેશે.

જો બાળકનો પ્રવેશ થયો હશે અથવા તો વાલીએ કન્ફર્મ કરાવ્યો હશે અને જો સ્કૂલે એડમિટ કરવાની કાર્યવાહી નહીં કરી હોય તો તે જગ્યા ખાલી સમજી બીજા રાઉન્ડમાં તેના પર બીજા વિદ્યાર્થીને પ્રવેશ અપાશે.

જેથી એક જ જગ્યા પર બે વિદ્યાર્થીના પ્રવેશ થશે તો જવાબદારી સ્કૂલની રહેશે અને જો સ્કૂલ દ્વારા ખોટા ડોક્યુમેન્ટ મંગાશે તો પણ સ્કૂલ સામે કાર્યવાહી કરાશે.

Download Our B K News Today App



Related News