કાણોદરની એસ.કે.એમ. હાઇસ્કૂલનો દિક્ષાંત સમારોહ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-23 15:37:25
  • Views : 341
  • Modified Date : 2020-02-23 15:37:25

કાણોદરની એસ.કે.એમ. હાઇસ્કૂલનો દિક્ષાંત સમારોહ યોજાયો


પાલનપુર તાલુકાના કાણોદર ગામે આવેલી એસ. કે. એમ હાઈસ્કૂલ ખાતે   ધો- ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે શાળાના પ્રમુખ હસનભાઈ કુગશીયાએ વિદ્યાર્થીઓને આશીર્વચનો આપ્યા હતા.  આ શાળાના  તમામ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના તમામ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ માં સારા પ્રમાણમાં કારકિર્દી મેળવે તેવા પ્રયત્નો શાળા વતી કરવામાં આવ્યા છે અને આવનાર બોર્ડની પરીક્ષામાં બાળકોમાં ગભરાહટ અથવા અન્ય  કોઇ પણ પ્રકારની ગૂંચવણ ઊભી ન થાય અને અન્ય પ્રકારની તમામ આવડતો અને સલાહ સૂચનો શાળાના આચાર્ય અને શિક્ષક ગણ દ્વારા તમામ વિદ્યાર્થીઓને સલાહ સૂચન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં શાળાના પ્રમુખ હસનભાઈ કુગશીયા અને ધોરણ-૧૦ અને ૧૨ના  બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  તમામ બાળકોને વાલી મંડળ દ્વારા આઇસક્રીમનું  વિતરણ કરવામાં આવ્યું હતું. વાલી મંડળના પ્રમુખે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.


Download Our B K News Today App



Related News