#દાંતા તાલુકાની રાણપુર આંબા શાળાની #શિક્ષિકા બની વિદ્યાર્થીની માટે #યમદૂત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-02 15:05:28
  • Views : 697
  • Modified Date : 2020-03-02 15:05:28

અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો સામે બાળકોને ભણાવવા સિવાયની ઈતર પ્રવૃત્તિમાં કાર્યરત હોવાના આક્ષેપ થતા હોય છે. આ આક્ષેપો સાચા સાબિત થયા છે દાંતા તાલુકાની રાણપુર આંબા પ્રાથમિક શાળામાં. જ્યાં શિક્ષિકા ખ્યાતિ ઉપાધ્યાય બાળકોને ભણાવવાની જગ્યાએ ચાલુ શાળા દરમિયાન શાળાના કમ્પાઉન્ડ માં ગાડી શીખવાનો પ્રયત્ન કરતા હતા. જે સમય દરમિયાન જ શાળામાં ભણતી ધોરણ બે ની  વિદ્યાર્થિની પીજારીબેન સોલંકી ને અડફેટે લીધી હતી. ડ્રાઇવિંગ શીખતી શિક્ષિકાએ વિદ્યાર્થીને અડફેટે લઈ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વિદ્યાર્થીનું મોત થતા શાળાના તમામ શિક્ષકો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે શાળામાં જ વિદ્યાર્થીનું મોત થતાં ગામલોકો પણ એકઠા થયા હતા. આ સમગ્ર ઘટનામાં એક બાબત સ્પષ્ટ હતી કે ચાલુ શાળા ના સમય દરમિયાન કમ્પાઉન્ડમાં ડ્રાઇવિંગ શીખવા ના કારણે વિદ્યાર્થીનીનું કરૂણ મોત થયું હતું. આ સમગ્ર મામલે શિક્ષિકા સામે અંબાજી પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.સમગ્ર ઘટનાના પગલે અત્યારે તો આ શિક્ષિકા સામે ચોતરફથી ફિટકાર વરસી રહી છે. પરંતુ શિક્ષણ વિભાગે જે શિક્ષાત્મક કામગીરી કરવાની હોય તે કોઈ પણ શિક્ષાત્મક કાર્યવાહી આ શિક્ષિકા સામે અત્યાર સુધી કરવામાં આવી નથી. પોલીસે તો શિક્ષિકા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે ત્યારે જોવાનું એ રહેશે કે શાળા સમય દરમિયાન ડ્રાઇવિંગ શિક્ષિકા સામે શિક્ષણ વિભાગ શું પગલાં ભરે છે.


Download Our B K News Today App



Related News