જન્મદિવસની અનોખી ઉજવણી કરી લોકોને પ્રેરણા આપતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-07 14:46:43
  • Views : 387
  • Modified Date : 2020-03-07 14:46:43

જન્મદિવસની અનોખી ઉજવણી કરી લોકોને પ્રેરણા આપતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી    જોરૂભા દરિયાખાન મલેક દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે સાંતલપુર તાલુકાની ગોખાંતર પ્રાથમિક શાળામાં ૨૮૦  બાળકોને  તિથી ભોજન આપવામાં આવ્યું હતું. આમ પોતાના જન્મદિવસની ઉજવણી શાળાના બાળકોને જમાડીને  બાળકોની સાથે ઉત્સાહભેર કરવામાં આવી. જારૂભા દરિયાખાન મલેક ગોખાંતર પ્રાથમિક શાળાના પૂર્વ વિદ્યાર્થી છે. લોકો પોતાના જન્મદિવસ મોંઘી હોટલોમાં ઉજવતા હોય છે. ત્યારે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ પોતાનો જન્મદિવસ બાળકો વચ્ચે ઉજવીને સમાજને સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે શાળાના સચિનભાઇ દરજી તથા  સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો.


Download Our B K News Today App



Related News