ધાનેરાની ઓવર ધ રેઈન્બો સ્કૂલમાં વાર્ષિકોત્સવની ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-29 17:54:39
  • Views : 411
  • Modified Date : 2020-02-29 17:54:39

ધાનેરાની ઓવર ધ રેઈન્બો સ્કૂલમાં  વાર્ષિકોત્સવની ઉજવણી 

ધાનેરાની ઓવર ધ રેઈન્બો સ્કૂલમાં ચોથા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અક્ષયભાઈ ખત્રી, હરેશભાઈ ચૌધરી, વસંતલાલ પુરોહિત, કાÂન્તલાલ ત્રિવેદી, હરજીભાઈ  રામજી પટેલ, ર્ડા. યોગેશભાઈ શર્મા, નરપતસિંહ વાઘેલા,  દિલીપભાઈ દરજી જેવા મહાનુભાવો દ્વારા 

દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં બાળકો દ્વારા પ્રાર્થના કરી વિવિધ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ અક્ષય ખત્રી દ્વારા ગણિત વિષયને સરળતાથી કઈ રીતે શીખવવામાં આવે તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  ગણિતમાં ૧ થી ૧૦,૦૦૦/- સુધીના ઘડીયાનો ચેલેન્જ આપવામાં આવ્યો હતો. જેમાં સરળતાથી જવાબ આપી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તે બાદ બાળકો દ્વારા મોબાઈલ  સીમ દ્વારા મોબાઈલના વધુ પડતા ઉપયોગને અટકાવવા માટે ડાન્સ કરી સમજણ આપવામાં આવી હતી.  કાર્યક્રમમાં સૌને સ્વાગત તેમજ દાતાઓને શાળાના મેનેજીંગ ડાયરેક્ટર તથા સંસ્થાના પ્રમુખ  શાÂન્તલાલ દરજી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. 


Download Our B K News Today App



Related News