દિયોદરમાં SBIનું એટીએમ તોડવાનો તસ્કરોનો નિષ્ફળ પ્રયાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-25 11:45:47
  • Views : 504
  • Modified Date : 2020-07-25 11:45:47

  દિયોદર રેલવે ફાટક પાસે હિંગળાજ શોપિંગ ખાતે આવેલ એસબીઆઇનું એટીએમ શુક્રવારે સવારે અંદરથી તૂટેલી હાલતમાં જોવા મળતા આસપાસના દુકાનદારો હતપ્રભ બની ગયા હતા. આ અંગે દિયોદર એસબીઆઇ બેંક ખાતે જાણ કરતા દિયોદર એસબીઆઇ બેન્કના અધિકારી દ્વારા આ અંગે એટીએમના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતાં શુક્રવારે બપોર બાદ મહેસાણાથી અધિકારીઓ દોડી આવી તપાસ કરી હતી. આ અંગે દિયોદર પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘મહેસાણાથી આવેલા અધિકારીઓ એટીએમમાંથી કશું ગયું ન હોવાનું જણાવ્યું હતું. તેમજ આ અંગે હાલમાં અરજીના સ્વરૂપે તપાસ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News