સાવકા પિતાએ 11 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચર્યું, પોલીસે ધરપકડ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 13:00:44
  • Views : 470
  • Modified Date : 2020-03-13 13:00:44

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં બાગે ફિરદોશ પોલીસ લાઈન પાસે રહેતા એક પરિવારમાં સાવકા પિતાએ 11 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પુત્રીએ માતાને જાણ કરતા પતિ સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાગે ફિરદોશ પોલીસ લાઈન પાસે 33 વર્ષની મહિલા તેના પરિવાર સાથે રહે છે. પહેલા પતિથી મહિલાને બે પુત્રી થઈ હતી. બીજા લગ્ન કર્યા બાદ પરિવાર સાથે રહેતો હતો. બે પુત્રીમાંથી 11 વર્ષની નાની પુત્રી સાથે તેના સાવકા પિતાએ રાતે શરીર પર સુઈ જતા તેની માતા જોઈ ગઈ હતી. બીજા દિવસે સવારે તેના પતિને પૂછતાં હું તેનું મોઢું જોતો હતો તેમ કહ્યું હતું. પુત્રીને બોલાવી પૂછતાં તેણે કહ્યું હતું કે પિતા મારી સાથે ખરાબ કામ કરતા હતા. એક વર્ષથી આવું કામ કરે છે અને જો હું આ વાત મમ્મીને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા હતા. અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News