કે.ડી. આદર્શ હાઈસ્કૂલ રામપુરામાં ‘સંવદેના વનનું નિર્માણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-04 11:27:37
  • Views : 463
  • Modified Date : 2019-08-04 11:27:37

તા. ૦૨-૦૮-૨૦૧૯ના રોજ ‘મંહત કે.ડી. આદર્શ હાઈસ્કૂલ’ રામપુરામાં રાજયના પ્રકૃત્તિ પ્રેમી સંવેદના સભર મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના જન્મદિન નિમિત્તે ‘ગુજરાત રાજય પૂર્વક બોર્ડ’ તથા સંસ્કાર મંડળ રામપુરાના સંયુક્ત ઉપક્રમે શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ કરી ‘સંવેદના વન’ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રામપુરા મઠના કારભારી પૂ. નિર્મલપુરીજી સ્વામી (મેનેજીંગ ટ્રસ્ટી સંસ્કાર મંડળ - રામપુરા) ભારત વિકાસ પરિષદ ડીસાના મંત્રી તથા શાળાના ટ્રસ્ટી જયેશભાઈ દેસાઈ, રાજય યુવક બોર્ડના ડીસા તાલુકાના સંયોજક નાગજીભાઈ દેસાઈ, પ્રદિપભાઈ, મિથુનભાઈ, વનસંરક્ષક ચૌધરી તથા શાળાના આચાર્ય જે. એચ. દવે ઉપÂસ્થત રહ્યા હતા.
કાર્યક્રમમાં શાસ્ત્રોક્ત વિધિથી વૃક્ષોનું પૂજન કરવામાં આવ્યું હતું. શાળાના કેમ્પસમાં લીમડા, જાંબુડા, સપ્તપદી, બદામ, સીસમ, જેવા વૃક્ષો રોપવામાં આવ્યા હતા  અને ‘સંવેદના વન’ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શાળાની વિદ્યાર્થીની શિલ્પાબેન સુથાર દ્વારા ‘વૃક્ષોની ઉપયોગિતા’ વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
સમારોહના અધ્યક્ષ પૂ. નિર્મલપુરીજી સ્વામી દ્વારા પર્યાવરણની જાળવણી માટે ઘર, ખેતર સીમમાં વૃક્ષો વાવવા અનુરોધ કરાયો હતો.
આ પ્રસંગે ૧૦૦૦ જેટલા રોપાઓનું  વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજય યુવક બોર્ડ ડીસા શાખાના કાર્યકરો તથા વન
સંરક્ષકના વિશેષ પ્રયત્નોથી સમગ્ર કાર્યક્રમ ખુબ સારી રીતે સંપન્ન થયો હતો.

Download Our B K News Today App



Related News