સૌરાષ્ટ્રમાં છેલ્લાં 10 વર્ષનો સૌથી વધારે જળસંગ્રહ, રાજ્યમાં 10માંથી છ વર્ષ જળસંગ્રહ 60 ટકાથી વધારે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-21 11:37:04
  • Views : 335
  • Modified Date : 2020-08-21 11:37:04

    રાજ્યનો સરેરાશ કુલ વરસાદ 85.14 ટકા નોંધાયો છે. 2019માં અત્યાર સુધી સરેરાશ વરસાદ 88 ટકા હતો. વરસાદને કારણે રાજ્યના 205 જળાશયો ભરાયા છે. જળાશયોમાં કુલ જળસંગ્રહ 60 ટકા છે. સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ 55 ટકા છે.રાજ્યના 101 ડેમ 90 ટકાથી ઉપર ભરાતા હાઈએલર્ટ, 9 ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ અને 14 ડેમ 70 થી 80 ટકા ભરાતા વોર્નિંગ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 81 ડેમમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે. કચ્છ ઝોનમાં 150 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા, પૂર્વ-મધ્યમાં 66 ટકા, સૌરાષ્ટ્રમાં 117 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 85 ટકા સરેરાશ વરસાદ છે. છેલ્લા 10 વર્ષના ચોમાસાના 18 ઓગસ્ટ સુધીના જળાશયના આંકડાઓનું ઍનાલિસીસ કરીએ તો, રાજ્યમાં 10માંથી છ વર્ષ જળસંગ્રહ 60 ટકાથી વધારે થયો છે, સૌરાષ્ટ્રમાં છેલ્લા 10 વર્ષનો સૌથી વધારે જળસંગ્રહ આ છેલ્લા 10 વર્ષના આંકડાઓ મુજબ, 2019માં સૌથી વધારે જળસંગ્રહ 74 ટકા જ્યારે સૌથી ઓછો જળસંગ્રહ 2013માં 39 ટકા હતો. 2012માં સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર 7 ટકા સ્ટોરેજ જ્યારે 2014માં કચ્છમાં 9 ટકા સ્ટોરેજ જ હતું. ઉત્તર ગુજરાતમાં 10માંથી 4 વર્ષ જળસંગ્રહ 30 ટકાથી નીચે રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધી કચ્છમાં 150 ટકા વરસાદ છે, ડેમોમાં 43 ટકા જળસંગ્રહ છે. 2019માં 18 ઓગસ્ટ સુધી 102 ટકા વરસાદ હતો અને જળસંગ્રહ 61 ટકા હતો.ચોમાસામાં થયો છે. આ વખતે સૌરાષ્ટ્રમાં 82 ટકા સંગ્રહ છે જે ગત વર્ષે 52 ટકા હતું. 2019માં મધ્ય ગુજરાતના જળાશયોમાં 92 ટકા પાણી હતું, આ વર્ષે માત્ર 42 ટકા છે.

Download Our B K News Today App



Related News