પુત્રવધૂના શરીરે માલીશ કરી છેડતી કરતા સસરા સામે ગુનોસંતાન ન હોવાથી વિધીના બહાને

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-18 15:25:43
  • Views : 679
  • Modified Date : 2019-11-18 15:25:43

નિકોલ વિસ્તારમાં રહેતી પરિણીતાને સંતાન ન હોવાથી વિધીને બહાને તેની માલિશ કરીછેડતી કરનારા સસરા તથા અન્ય સાસરીયાઓ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.આ બનાવની વિગત મુજબ 28 વર્ષની મહિલાના લગ્ન નિકોલ વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતા. તેના પરિવારમાંસાસુ સસરા નણંદ અને દિયરનો સમાવેશ થતો હતો.પરિણીતાને સંતાન ન હોવાથી તારે મારા માબાપ કહે તેમ કરવાનું છે અને વિધી કરવાનું કહે તો પણ કરવા દેવાની છે, એમ કહીને પતિ મારઝુડ કરતો હતો. બીજીતરફ પરિણીતાને તેના સસરા તારી ઉપર કોઈએ કંઈ કરેલ છે જેથી તારી પર વિધી કરવી પડશે  અને તો જ તારે છોકરા થશે, કહીને ઘરના સભ્યો વિધી કરતા હતા.દરમિયાન પરિણીતાના સસરા રૂમનો દરવાજો બંધ કરીને એકાંતમાં વિધી કરવાને બહાને ચંદન, ઘી, કાળા તલથી માલીશ કરીને છેડતી કરતા હતા. છોકરા ન હોવાથી સાસરીયાઓ પરિણીતાને પિટરમાં મોકલી દેવાની પણ ધમકી ાપતા હતા. જેને પગલે કંટાળેલી પરિણીતાએ સાસરીયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News