સરદાર સરોવર ડેમમાં જળસપાટી વધારવાનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-13 12:29:33
  • Views : 472
  • Modified Date : 2019-09-13 12:29:33

  • જળસ્તર વધવાને કારણે 178 ગામો ડુબવાની શક્યતા

કોણે કરી અરજીઆ અરજી નર્મદા બચાવો આંદોલનના સભ્યો દ્વારા અરજી કરવામાં આવી છે. તેમણે નર્મદા ડેમમાં પાણી વધારવાના મામલે સુપ્રીમમાં ધા નાંખી છે. આ આંદોલનના સભ્યોનું કહેવું છે કે, ડેમમાં સંગ્રહ કરવામાં આવી રહેલા પાણીને કારણે મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ગામડાઓમાં ડુબી જશે. જેમાં ધાર, બડવાની, ખરગોન વગેરે ગામ તો સમુળગા પાણીમાં ગરકાવ થઈ જશે. શું કહ્યુ સુપ્રીમેસુપ્રીમે આ મામલે અરજદારને સંબધિત પક્ષો એટલે કે જે સરકારી વિભાગ આ સાથે જોડાએલા છે તેમને અરજીની કોપી આપવાનું જણાવ્યું હતું અને વહેલામાં વહેલી તકે આ મામલે સુનાવણી કરવાનું પણ આશ્વાસન આપ્યું હતુ. કોણે લીધો  છે નર્મદા ડેમનું જળસ્તર વધારવાનો નિર્ણયગુજરાત સરકારે નર્મદા ડેમનું જળસ્તર 138 મીટર સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. અને આ ઐતિહાસીક ક્ષણોની ઉજવણીની પણ તૈયારી ગુજરાત સરકારે કરી રાખી છે. એટલે સીધીરીતે અરજદારની અરજીમાં ગુજરાત સરકાર પણ સંબધિત પક્ષમાં સામેલ છે. 

Download Our B K News Today App



Related News