મીર મુસ્લિમ સમાજ સેવા ટ્રસ્ટ સરખેજ દ્વારા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-17 15:12:32
  • Views : 496
  • Modified Date : 2019-12-17 15:12:32

સમૂહ લગ્ન અને રમતગમત ક્ષેત્રે વિજેતા દીકરીઓ અને કલાકારોનું સન્માન કરાયું અમદાવાદઅમદાવાદ ખાતે સમસ્ત મીર મુસ્લિમ સમાજ સેવા ટ્રસ્ટ સરખેજ અમદાવાદ દ્વારા સમુહ લગ્ન તેમજ રમત ગમત ક્ષેત્રે ચેમ્પિયન થયેલ મીર સમાજ દીકરીઓ અને કલાકારોનું સન્માન કરવામાં આવેલ. જેમા સમસ્ત મીર મુસ્લિમ સમાજ સેવા ટ્રસ્ટ સરખેજ અમદાવાદના મેનેજીંગ ટ્રસ્ટી અને મેનેજીંગ ડિરેકટર  રહીમભાઈ ટી. ભાયાણી, પ્રમુખ રહીમભાઈ બી. મીર ડભોડા તેમજ મીડીયા કન્વીનર ટ્રસ્ટીઓ  અને સભ્યો દ્વારા સમુહ લગ્ન તેમજ રમતગમત ક્ષેત્રે ચેમ્પિયન થયેલ મીર સમાજની દીકરીઓ અને કલાકારોનું સન્માન કરવામાં આવેલ. જેમાં અગિયાર દુલ્હા, દુલ્હનના નિકાહ ખાની થયેલ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ. જેમાં મુખ્ય અતિથિ તરીકે પ્રખ્યાત ગાયક અભિનેત્રી અને મીર સમાજનું ગૌરવ એવા ફરીદાબેન મીરે હાજર રહીને સમાજના સારા કાર્યને સફળ બનાવવા સહભાગી થઈને મીર સમાજ એક બને, નેક બને, મીર સમાજ ઉતરોઉતર પ્રગતિ કરે જયારે સમસ્ત મીર મુસ્લિમ સમાજ સેવા ટ્રસ્ટ સરખેજ અમદાવાદના સમુહ લગ્નના ભોજન દાતા કાન્તિભાઈ પી. મારૂ, પ્રજાપતિ ગોડલ રહે. અમદાવાદએ કોમી એકતા અને ભાઈચારાની ભાવનાથી સમુહ લગ્નનું જમણવાર આપેલ. જેમાં સમગ્ર દેશમાંથી પધારેલ મીસમાજના મહેમાનો દિલ્હી ખાતેથી રાષ્ટીય અધ્યક્ષ અબ્દુલ રજાક મીર તેમજ  રાષ્ટ્રીય પ્રવકતા એડવોકેટ  અકતર હુસેન મીર અલવર અને દેશ તેમજ રાજયમાંથી પધારેલ મીર સમાજના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહેલ. જેમાં સમસ્ત મીર મુસ્લિમ સમાજ સેવા ટ્રસ્ટ સરખેજ અમદાવાદના મળે ટ્રસ્ટીઓ દ્વારા આવકારેલ. જેમાં આલમભાઈ પુંદગામ અને અજીતભાઈ મીર આખોલ ડીસાનું સમસ્ત મીર મુસ્લિમ સમાજ સેવા ટ્રસ્ટ સરખેજ અમદાવાદના ટ્રસ્ટીઓ દ્વાર સન્માન કરવામાં આવેલ. જેમાં ઉપપ્રમુખ રહીમભાઈ બેંકર હાજી દીનુભાઈ મીર યુનુશબાપુ કઠોર, હાજી સુલતાનભાઈ મીર ઉંમરૂ તેમજ, સિકંદરભાઈ કવિ, હાજીભાઈ અંધારીયા, સતીશભાઈ બાબુભાઈ મીર, રહીમભાઈ મીર, ભંકોડા ઈકબાલભાઈ લાકડીયા, નિશારભાઈ મીર, અબ્બાસભાઈ મીર, ઇનુસભાઇ મીર સેવાણીએ હાજર રહીને સમસ્ત મીર મુસ્લિમ સમાજ સેવા ટ્રસ્ટ સરખેજ અમદાવાદ દ્વારા આયોજીત સમુહ લગ્ન અને તેજસ્વી તારલાઓ સંગીત ક્ષેત્રે  મીર સમાજનું રોશન કરી રહ્યા છે તેમનું સન્માન કરવામાં આવેલ. જયારે સમારંભ અંતમાં આભાર વિધી સાથે રાષ્ટ્રીય ગાન સાથે સમારંભને સમાપ્ત કરવામાં આવેલ.




Download Our B K News Today App



Related News