SBI બ્રાન્ચ બંધ થવાને લઇને સરકારે કર્યો મોટો ખુલાસો, જાણી લો તેના કર્મચારીઓની થશે છટણી!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-14 15:34:46
  • Views : 515
  • Modified Date : 2020-02-14 15:34:46

દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇ એટલે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચને બંધ કરવા અને કર્મચારીઓની છંટણીને લઇને સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે સરકારની કોઇ એવી યોજના નથી. સંસદના બજેટ સત્ર દરમિયાન નાણાં રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું કે ન તો SBIની બ્રાન્ચને ઇ-કોમર્સથી બદલાનો કોઇ પ્લાન છે અને ન તો બેન્કના કર્મચારીઓની છટણી કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે લોકસભામાં આ મામલાને લઇને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શુ સરકાર દેશમાં SBI બ્રાન્ચ બંધ કરી તેને ઇ-કોર્નર્સથી બદલવાની યોજના બનાવી રહી છે. સાથે શુ સરકારે માર્ચ 2021 સુધી 16 લાખ SBI કર્મચારીઓની છંટણીનો પ્રસ્તાવ રાખ્યો છે.સરકારે સંસંદમાં આપી તેની પુરી જાણકારીનાણા રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે લેખિતમાં જવાબ આપ્યો છે કે SBI તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, હાલના સમયમાં SBIના દેશભરમાં કુલ 2.5 લાખ કર્મચારી છે. માર્ચ 2021 સુધી તેની સંખ્યામાં ઘટાડો કરવાની કોઇ યોજના નથી અને સરકારે SBIની શાખાઓ બંધ કરવા અને તેને ઇ-કોર્નર્સથી રિપ્લેસ કરવાની પણ કોઇ યોજના બનાવી નથી.30 સપ્ટેમ્બર 2019 સુધી SBIની પાસે 30 લાખ કરોડ રૂપિયાથી વધારેનું ડિપોજિટ હતું. જ્યારે એડવાન્સ લગભગ 22.5 લાખ કરોડ રૂપિયા અને હોમ લોન અને ઓટો લોન સેગમેન્ટમાં SBIનું માર્કેટ શેર 35 ટકા છે. બેન્કની આખી ભારતમાં આશરે 22000 બ્રાન્ચ છે અને ATM/CDM નેટવર્કનો આંકડો 58500 થી વધારે છે. SBIના 6.6 કરોડ ગ્રાહક ઇન્ટરનેટ બેન્કિંગ નો ઉપયોગ કરે છે. જ્યારે 1.5 કરોડ ગ્રાહક મોબાઇલ બેન્કિંગનો ઉપયોગ કરે છે.

Download Our B K News Today App



Related News