સેન્ટીઆગોમાં ભૂકંપ વચ્ચે દેખાવકારોએ દુકાનો લૂટી : સરકાર વિરોધી દેખાવ કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-07 14:33:27
  • Views : 457
  • Modified Date : 2019-11-07 14:33:27

20 ઓકટોબરથી અત્યાર સુધીમાં તોફાનોમાં 20 નાગરિકોના મોત

સેન્ટીઆગો, તા. 5 નવેમ્બર, 2019, મંગળવારચીલીમાં દેખાવકારો અને પોલીસ વચ્ચે આજે ભૂકંપમાં પણ અથડામણ સર્જાઇ હતી અને દેખાવકારોએ સતત ત્રીજા સપ્તાહે પણ રસ્તાઓ પર ઉતરી પોલીસ સાથે અથડામણ કરતાં ઠેર ઠેર હિંસાના દ્રશ્યો જોવા મળ્યા હતા.રસ્તા પર ઉતરી આવેલા નાગરિકોએ સરકાર વિરોધી સૂત્રો પોકાર્યા હતા અને દુકાનોમાં લૂંટ ચલાવી હતી. આર્થિક અસમાનતા અને અન્ય તકલીફો સામે વિરોધ પ્રદર્શીત કરવા  મુખ્ય વિસ્તાર પ્લાઝા ડી ઇટાલિયા ખાતે ભેગા થયેલા લોકોએ સેન્ટીઆગો શહેરના મુખ્ય વિસ્તારમાં આવેલા પ્રમુખના નિવાસસ્થાને જવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે દેખાવકારોને રોકવાનો પ્રયાસ કરતા હિંસા ફાટી નીકળી હતી. પોલીસે વોટરકેનન અને ટીયરગેસનો ઉપયોગ કર્યો હતો. અથડામણમાં એક પોલીસ અધિકારીને મોલોતોવ કોકટેલ વાગતા તેમના ચહેરા પર ગંભીર ઇજા થઇ હતી.સેન્ટીઆગોમાં રાત્રે લોકોએ પોતાની કારના હોર્ન વગાડયા હતા, માટલા ફોડયા હતા અને અન્ય વાસણો પોલીસ પર ફેંક્યા હતા.લેટિન અમેરિકાની સૌથી ઉંચી ઇમારતમાં આવેલા એક શોપિંગ મોલ પાસે પહેલી જ વાર લોકોએ અવરોધ ઊભા કર્યા હતા. સેન્ટીઆગોમાં એક તરફ પ્રદર્શનકારી દેખાવો કરી રહ્યા હતા તો એ જ વખતે આવેલા ભૂકંપે પણ લોકોને દોડતા કરી દીધા હતા.વિના ડેલ માર, વાલપારાસિઓ અને કોન્સેપિકિઓનમાં દુકાનોના લૂટવાના સમાચાર આવ્યા હતા. જીવનજરૂરી ચીજ વસ્તુઓના આસમાને આંબી ગયેલા ભાવના કારણે નાગરિકો ગુસ્સે ભરાયા હતા અને સરકાર વિરૂધ્ધ દેખાવ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા.દેશમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઇ વધતી જાય છે, પેન્શનના નિયમો કડક બનાવી દેવાયા છે અને કન્ઝર્વેટિવ પ્રમુખ સેબાસ્ટિન પિનેરાના રાજીનામા માટે દેશમાં ચારે તરફ તોફાનો ફાટી નીકળ્યા હતા. જો કે પિનારાએ ગયા સપ્તાહે વિરોધ પક્ષો સાથે વાટાઘાટો કરી હતી, પરંતુ તેમના મતે પ્રમુખ વિરોધ પક્ષોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે વિરોધ કરનારાઓને શાંત પાડવા જરૂરી પરિવર્તન કરવાની ખાતરી પણ આપી હતી. દેખાવકારોએ કહ્યું હતું કે 20 ઓકટોબરથી શરૂ થયેલા તોફાનોમાં અત્યાર સુધી 20 લોકો માર્યા ગયા હતા.યુએન માનવાધિકાર જુથ પોલીસ અત્યાચારની તપાસ કરી રહ્યું હતું.પ્રથમ સપ્તાહમાં પિનારાએ દેખાવકારો પર ત્રાટકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યા હતા.

Download Our B K News Today App



Related News