સરકારનો વિરોધ કરવા વિધાનસભામાં ઉંદર લઈને પહોંચ્યા ધારાસભ્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-06 18:17:45
  • Views : 541
  • Modified Date : 2020-03-06 18:17:45

બિહારની દિલ્હી વિધાનસભામાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીના ધારાસભ્ય સુબોધ રાય ઉંદર લઈને પહોંચ્યા હતા.બિહારમાં નિતિશ કુમારની સરકારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા માટે તેમણે ઉંદરનો સહારો લીધો હતો.વાત એમ છે કે, બિહારમાં કેટલાક વર્ષ પહેલા એક બંધ તુટી ગયો હતો ત્યારે સરકારે આ માટે ઉંદરોને જવાબદાર ઠેરવ્યા હતા.પોલીસ મથકોમાંથી દારુ ચોરાયો ત્યારે પોલીસે પણ તે માટે ઉંદરોને જવાબદાર ઠેરવ્યા હતા.જેને લઈને વિરોધ પક્ષે સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, બિહારમાં ગુનાખોરી વધી છે અને ભ્રષ્ટાચાર પણ વધ્યો છે અને સરકાર દોષનો ટોપલો ઉંદરો પર ઢોળી રહી છે.ધારાસભ્ય સુબોધ કુમારે કહ્યુ હતુ કે, સરકારનો અપરાધી ઉંદર આજે પકડાઈ ગયો છે.હવે તેને આ સરકાર આકરી સજા આપે.


Download Our B K News Today App



Related News