ગુજરાત સરકાર 11 હજાર ખેડૂતોને તીડે કરેલા નુકસાનનું રૂ. 31.5 કરોડ વળતર ચૂકવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-07 17:32:46
  • Views : 711
  • Modified Date : 2020-01-07 17:32:46

આજે રાજ્ય સરકારે ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં તીડે નોંતરેલા નુકસાનનું વળતર જાહેર કર્યુ હતું. બે જિલ્લામાં પાટણના 750 હેક્ટર અને બનાસકાંઠાના 24472 હેક્ટરમાં પાકનું નુકસાન થયું હતું. જેમાં સરકાર કુલ 11 હજાર ખેડૂતોને કુલ રૂ. 31.5 કરોડ ચૂકવણી કરશે.સરકાર બે હેક્ટરનું ચૂકવણું કરશેપાટણના બે તાલુકાના પાંચ અને બનાસકાંઠા જિલ્લાના 13 તાલુકાના 280 ગામોના ખેડૂતોના ઊભા પાકને તીડે નાશ કર્યો હતો. જેમાં 11 હજાર જેટલા ખેડૂતોને રૂ. 18,500ની ચૂકવણી કરવામાં આવશે. જેમાં વધુમાં વધુ બે હેક્ટર માટે પ્રત્યેક ખેડૂતને નુકસાનનું વળતર જાહેર કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News