પાણીના નિકાલ અને વળતર માટે સરકાર પાસે માંગ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-17 14:51:27
  • Views : 504
  • Modified Date : 2019-11-17 14:51:27

ધોળકાના ગુંદી ગામે ગઈકાલે ખેડૂતોની બેઠક યોજાઇ હતી. જેમાં અતિવૃષ્ટિના કારણે ગામોમાં ખેતીમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરાઇ હતી. 20 ગામોમાં હાલમા પણ ખેતરોમાં 2 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. જેથી હવે ઘઉં તેમજ ચણાનું વાવેતર કરી શકાય તેવી સ્થિતિ ન હોવાથી ગ્રામલોકોએ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાની સરકાર સામે માંગ કરી છે. રવિ વાવેતર ઓક્ટોબર માસથી શરૂ થઇ જતું હોય છે. પરંતુ ખેતરોમાં હજુ પાણી ભરાયેલા હોવાથી વાવેતર મોડુ થયું છે. જેને લઇને ખેડૂતો ચિંતાતુર બની ગયા છે.

કેટલાક વર્ષોથી પરિસ્થિતિ એવી ને એવી જ
ખેડૂતો જણાવ્યું કે, રોડ-રસ્તા ઉંચા થવા, ઔદ્યોગિક વસાહતો ઉભી થવી તેમજ રહેણાંક મકાનો મોટાપાયે બની ગયા હોવાથી વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન અનેક વર્ષોથી ગંભીર બન્યો છે. ખેતરોમાંથી પાણી ઓસરતા જ હોતા નથી. ખેતરોમાં પાણી ન ભરાય તે માટે ખેડૂતો દ્વારા પણ અવનવા નુસખાઓ અપનાવાતા હોવાથી પાણી બીજાના ખેતરોમાં જાય છે. આ વર્ષે અતિવૃષ્ટિ હોવાથી ખેતરોમાં પાણી બે ફૂટ સુધી ભરાયેલા છે.

Download Our B K News Today App



Related News