ટીવી જોવાથી પીડારૂપ સર્જરીમાં ઝડપથી સાજા થઈ જવાય !

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-26 15:33:17
  • Views : 436
  • Modified Date : 2019-12-26 15:33:17

ટીવીને તો ઇડિયેટ બોક્સ તરીકે ઓળખ મળી છે, પરંતુ હાલમાં થયેલા સંશોધનમાં જણાયું છે કે ટીવી જોવાથી તમને પીડારૂપ સારવારમાં ઝડપથી સાજા થઈ જવાય છે ! એમ તો વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટનો ઉપયોગ કરીને પણ ઝડપથી સાજા થઈ જવાય છે. સ્વાભાવિક છે કે ટીવી કે વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ દ્વારા તમે એક ડિજિટલ દુનિયામાં સરી પડો છો, જેને કારણે ધ્યાન પીડામાંથી અન્યત્ર વળી જતું હોય છે, સરવાળે ઝડપી રીકવરી થતી હોય છે.પીડાદાયક નાનકડી સર્જરી કે પ્રક્રિયા ચાલતી હોય એ દરમિયાન ટીવી જોવાથી કે વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ તમે જોતાં રહો તો તમે પીડાથી વિચલિત થતા નથી. લોકલ એનેસ્થેશિયા આપવામાં કે વધુ સમય ચાલનારી સર્જરી દરમિયાન દર્દી શાંત રહે એ માટે તેને બેભાન કરી દેવાય છે. દર વર્ષે એનએચએસના હજારો દર્દીઓને બાયોપ્સી સહિતની સારવાર અપાતી હોય છે. બાયોપ્સી એટલે કેન્સર થયું છે કે તે જાણવા માટે કેટલાક કોષોને લઈને તેનું પરીક્ષણ કરવામાં આવે છે. એ જ રીતે એન્ડોસ્કોપી સર્જરી દરમિયાન એક પાતળો કેમેરો તમારા શરીરમાં દાખલ કરીને શું થયું છે, તેનું નિદાન કરવાની પ્રક્રિયા થતી હોય છે.ડોક્ટરો સર્જરી કરતા હોય તેના કરતાં દર્દીનું ધ્યાન તેની પીડામાં રહે એ માટે તબીબો એનેસ્થેશિયાનો ઉપયોગ કરતા રહે છે. જોકે હવે એવી સલાહ અપાય છે કે દર્દીને હેડસેટ ઉપર ટીવી જોતાં કરાય તો તેમનું ધ્યાન પીડાથી દૂર થતું હોય છે.જોર્સેટની રોયલ બોર્નેમાઉથ એન્ડ ક્રાઇસ્ટચર્ચ હોસ્પિટલ ખાતે ઇન્ટરનેશનલ રેડિયોલોજિસ્ટ એવા ડો. ક્લેરે બેન્ટ કહે છે કે, આ પ્રકારની સર્જરી દરમિયાન સ્થાનિક એનેસ્થેટિકનો ઉપયોગ કરાય છે, જ્યારે ૭૦ ટકા દર્દીઓને દર્દનાશક અપાય છે. એમ જોવા જાવ તો દર્દનાશક દવાનો ઉપયોગ બિનજરૂરી છે, પરંતુ દર્દી સારવાર દરમિયાન શાંત રહે એ માટે તે અપાય છે.પૈસા પણ બચે અને દર્દી ઝડપથી હોસ્પિટલમાંથી ઘરે પણ પહોંચી જાયદર્દનાશકનો ઉપયોગ ઘટાડાય તો એનએચએસના પૈસા બચાવવા અને દર્દી તુરંત ઘરે પહોંચી શકે છે. ઉપરાંત આવી સારવાર દરમિયાન ક્યારેક એક કે બે નર્સ પણ દર્દી સાથે રાખવી પડતી હોય છે, દવા આપવા માટે અને સતત દર્દીની હાલત ઉપર નજર રાખવા માટે. પરંતુ વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ કરવાથી દર્દશામક દવા આપવી પડતી નથી અને દર્દી બે કલાકમાં જ ઘરે જાતે જ વાહન ચલાવીને જઈ શકે છે.૧૩૬ બાળકો પર થયો પ્રયોગતાઇવાનની યાંગ મિંગ હોસ્પિટલમાં આ દિશામાં એક પ્રયોગ થયો હતો. ૧૨ વર્ષથી ઓછી વયના ૧૩૬ બાળકો પર અભ્યાસ કરાયો હતો. આ બાળકોમાંથી અડધાને ઇન્જેક્શન આપીને સર્જરી કરાઈ હતી, જ્યારે અડધા બાળકોને હેડસેટથી ટીવી કાર્યક્રમ દેખાડાયા હતા. ઇન્જેકશન અપાયેલાં બાળકો કરતાં હેડસેટનો ઉપયોગ કરનારાં બાળકોની પીડા ઘણી જ ઓછી હતી.કિડનીના દર્દીની ૯૦ મિનીટની સર્જરી પીડારહિત રહીઆ પ્રકારના હેડસેટનો ઉપયોગ કરીને એક ૫૬ વર્ષના દર્દી રિચાર્ડ વ્હાઇટને સારવાર અપાઈ હતી. તેની ૨૬ વર્ષની વયે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી અને અંગદાનને તેનું શરીર નકારી ન કાઢે એ માટે પણ તેને દવા અપાતી હતી. પરંતુ એ દવાને કારણે તેની રોગપ્રતિકાર શક્તિ દબાઈ જતી હતી અને દવા લેવાનું બંધ કરે તો તેનું શરીર કિડનીને નકારવા માંડે. ગયા ઓક્ટોબરમાં તેની હોજરીમાં બેક્ટેરિયા જણાતા તેને ડાયેરિયા થઈ જવા સાથે આંતરડાંમાં આંતરિક રક્તસ્ત્રાવ થતો હતો. રક્તવાહિનીની સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હેડસેટ લગાવી કાનમાં એરફોન લગાવી ડોક્ટરો શું કરે તે ન સંભળાય એવી વ્યવસ્થા કરી હતી. ૯૦ મિનિટની સર્જરીમાં તેમને જરાય પીડા ન થઈ અને એ બાદ તેમને પેઇન કિલર દવાની જરૂર ન પડી. ઉપરાંત બે જ દિવસમાં તેમને રજા આપી દેવાઈ. 


Download Our B K News Today App



Related News