સરહદી વિસ્તારમાં પીવાના પાણીના પોકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-20 12:53:42
  • Views : 450
  • Modified Date : 2019-05-20 12:53:42

સરહદી વાવ તાલુકામાં પીવાના પાણીના પોકારો વચ્ચે પશુઓ અને પંખીઓની હાલત કફોડી બની છે. તો વળી સરહદી વાવ તાલુકાનાં ગામડાઓમાં પીવાના પાણીના અભાવે લોકો મજબૂરીથી એક બેડું પાણી માટે આમતેમ ભટકી રહ્યાં છે તો વળી રાજ્ય સરકાર સબ સલામતનાં દાવાઓ કરે છે. ત્યારે દીવા તળે અંધારું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે વાવ તાલુકાના રાછેણા ગામે ઘુડખર અભયારણ્યમાં નીલગાય, ઘુડખર, ગાયો, સસલાં, તીતર, જેવાં પશુઓની હાલત કફોડી બની છે.વાવ તાલુકાના રામઆશરા તખતપુરાથી ૩૦ કિમીના અંતરેથી રાછેણા ગામને પીવાનું પાણી પહોંચાડાઈ રહ્યું છે. ગામમાં બનાવેલ રણમાં આવેલ અભયારણ્યમાં જ પીવાનું પાણી નહિ મળતું હોવાની રાવ ઉઠી છે. વાવ તાલુકાના રાછેણા ગામે વર્ષ ૨૦૧૮-૧૯માં રાછેણા ઘુડખર અભયારણ્યમાં વા.લા. મેનેજમેન્ટ  સેકચુરી ને.પા રેંજ નોર્મલ રેંજ થરાદ દ્વારા બનાવેલ પશુઓને પીવા માટે પીવાના પાણીનાં હવાડાઓ ખાલી પડયાં છે. તો વળી રાછેણા ગામનાં સરપંચ કિરણસિંહ રાજપૂતના જણાવ્યાં અનુસાર અનેક વખત રજુઆત કરવા છતાં પણ પીવાનાં પાણીના હવાડાઓમાં પાણી ભરવામાં આવતું નથી. સત્વરે અભયારણ્યમાં બનાવેલ પશુઓને માટેના હવાડાઓ ભરવામાં આવે જેથી પશુઓ અને પંખીઓ મોતના મુખમાંથી બચી શકે. 


Download Our B K News Today App



Related News