શ્રાવણે સરહદી તાલુકાઓમાં અમી છાંટણા,વાવમાં પોણો ઈંચ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-22 14:04:12
  • Views : 582
  • Modified Date : 2020-07-22 14:04:12

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે મંગળવારે બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં વરસાદનું આગમન થયું હતું જોકે પાલનપુર વડગામ દાંતીવાડા અમીરગઢ દિયોદર લાખણી સહિતના તાલુકાઓમાં કોરા રહ્યા હતા. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે બનાસકાંઠા જિલ્લાના કેટલાક તાલુકાઓમાંં સામાન્ય વરસાદ નોંધાયો હતો. જેમાં વાવ તાલુકામાં 20 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે સુઈગામનો 7 થરાદમાં 5 ધાનેરા અનેે ડીસામાં 2 મી.મી. વરસાદ નોંધાયો હતો.જો કે જિલ્લામાંં હજુ વાવણીલાયક વરસાદ ન થતાં ખેડૂતો સારા વરસાદની મીટ માંડીને બેઠા છે. છેલ્લા દસેક દિવસથી ઉત્તર ગુજરાતમાં હાથતાળી આપતો વરસાદ ક્યારેક લોકલ સિસ્ટમના કારણે છુટાછવાયા વિસ્તારોમાં વરસી રહ્યો છે. મંગળવારે વાવમાં 20 મીમી નોંધાયો હતો. આ સિવાય ક્યાંય પડ્યો નથી. ઉત્તર ગુજરાતમાં સિઝનના સરેરાશ 25 ઇંચના અંદાજ સામે અત્યાર સુધીમાં 6 ઇંચ વરસ્યો છે. એટલે કે સિઝનનો 22% વરસાદ થયો છે

Download Our B K News Today App



Related News