સગર્ભા સ્ત્રીઓએ બટાટા ન ખાવાં જોઇએ, લોહીમાં ખાંડની માત્રા વધવાથી ડાયાબિટીસ થઈ શકે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-23 16:21:43
  • Views : 445
  • Modified Date : 2019-07-23 16:21:43

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ તેમનાં સ્વાસ્થ્યની ખૂબ કાળજી લેવી પડે છે. આ સમય દરમિયાન મોટાભાગની ગર્ભવતી સ્ત્રીઓમાં શુગર લેવલ વધવાની ફરિયાદ રહે છે. તેનું મુખ્ય કારણ મોટાભાગે વધુ અને અયોગ્ય આહાર છે. તેથી સ્ત્રીઓએ આ સમય દરમિયાન પોતાના આહાર અંગે ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઇએ. ગર્ભાવસ્થામાં કેટલીક મહિલાઓને બટાટાની બનેલી ડિશીસ ખાવી બહુ ગમે છે. પરંતુ એક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે ગર્ભવતી સ્ત્રીઓ દ્વારા બટાટા ખાવાથી તેમનાં શરીરમાં ડાયાબિટીસ આવી શકે છે.ઈન્સ્યુલિન હોર્મોનનાં સ્તરમાં ઘટાડો થવાથી ડાયાબિટીસ થઈ શકે છે ડાયાબિટીસના અનેક પ્રકાર છે. સામાન્ય રીતે ગર્ભવતી મહિલાઓને ટાઇપ-2 ડાયાબિટીસ થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન થતા ડાયાબિટીસને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવાય છે.એક સંશોધનમાં એ વાત જાણવા મળી છે કે સગર્ભા મહિલાઓએ બટાટા ન ખાવાં જોઇએ. બટાટાને બદલે લીલી શાકભાજીઓનું સેવન કરવું જોઇએ. તેનાથી મહિલા સાથે તેના ગર્ભમાં ઉછરી રહેલાં બાળકને પણ પૌષ્ટિક આહાર મળશે. પ્રેગ્નન્સી દરમિયાન મોટાભાગની મહિલાઓમાં ડાયાબિટીસની સમસ્યા પેદા થઈ જાય છે. તેનું કારણ લોહીમાં ખાંડની માત્રા વધવાનું છે.અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અને હાવર્ડ યુનિવર્સિટીમાં આ વિષય પર શોધ કરવામાં આવી છે. વર્ષ 1991થી 2001 દરમિયાન નિષ્ણાતોએ આશરે 1500 મહિલાઓ પર અભ્યાસ કર્યો હતો. મહિલાઓને શરૂઆતમાં ડાયાબિટીસની સમસ્યા નહોતી. પરંતુ જ્યારે તેમણે બટાટા ખાવાનું શરૂ કર્યું તો તેમનાં શરીરમાં શુગર લેવલ વધવા લાગ્યું. તેથી, આ અભ્યાસમાં તારણ નીકળ્યું કે ગર્ભવતી સ્ત્રીઓએ બટાટા ખાવાનું ટાળવું જોઇએ

Download Our B K News Today App



Related News