રેવા / સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 133.39 મીટરે પહોંચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-23 13:16:19
  • Views : 493
  • Modified Date : 2019-08-23 13:16:19

ભારે વરસાદ બાદ ઉપરવાસમાંથી 80 હજાર 948 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમમાંથી નર્મદા નદીમાં 80 હજાર 695 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જ્યારે કેવડિયા કોલોની પાસે આવેલો ગોરા બ્રિજ હજુ પણ પાણીમાં ડૂબેલી હાલતમાં છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસથી સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવક જોવા મળી રહી છે, જેના કારણે ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.ગઇકાલે ઉપરવાસમાંતી 1 લાખ 24 હજાર 487 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળસપાટી 133.33 મીટરે જોવા મળી હતી. જેના કારણે ડેમના 10 દરવાજા ખોલી નાંખવામાં આવ્યાં હતા. જેને લઇને ડેમમાંથી 1 લાખ 24 હજાર 784 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. આ અગાઉ 21મી તારીખે પણ ઉપરવાસમાંથી 2 લાખ 29 હજાર ક્યુસેક પાણીની આવક જોવા મળી હતી. જેને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 133.08 પર પહોંચી ગઇ હતી. જ્યારે ડેમમાંથી 1 લાખ 79 હજાર ક્યૂસેટ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું.પાણીની આવકને લઇને રીવર બેડ પાવર હાઉસના 200 મેગાવોટની ક્ષમતા વાળા 6 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યાં હતા. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના 50 મેગાવોટની ક્ષમતાવાળા ટર્બાઇન અગાઉથી જ ચાલુ હતા.

જેમાં 24 કલાકમાં 29.5 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. આમ મધ્યપ્રદેશના ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડવાના કારણે નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

Download Our B K News Today App



Related News