‘અમે તો વિપક્ષ તરીકે જ બેસવાના છીએ’: NCPના વડા શરદ પવારે કરેલી સ્પષ્ટતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-02 13:52:40
  • Views : 441
  • Modified Date : 2019-11-02 13:52:40

એનસીપીના વડા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમારે કોઇ પક્ષની સાથે મહારાષ્ટ્રમાં સરકાર રચવી નથી. અમે તો વિરોધ પક્ષમાં બેસવા માગીએ છીએપવારની આ સ્પષ્ટતાથી સૌથી વધુ આંચકો શિવસેનાને લાગ્યો હશે. છેલ્લા થોડા દિવસથી શિવસેના અને એના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એવી આડકતરી ધમકી આપી રહ્યા હતા કે ભાજપ અમારી 50-50ની માગણી નહીં સ્વીકારે તો અમે અન્ય વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.શિવસેનાના સંજય રાઉતે તાજેતરમાં શરદ પવારની મુલાકાત લઇને એવો સંકેત આપ્યો હતો કે શિવસેના કોંગ્રેસ અથવા એનસીપી સાથે રાજ્ય સરકાર રચવાની તૈયારી કરી રહી હતી.આ સંદર્ભમાં પવારે કહ્યું કે અમારા પક્ષને મતદારોએ વિરોધ પક્ષમાં બેસવાનો આદેશ આપ્યો છે. અમે કોઇની સાથે યુતિ સરકાર રચવાના નથી.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભામા એનસીપીએ 54 અને કોંગ્રેસે 44 બેઠકો મેળવી હતી. શિવસેનાની મનમુરાદ એવી હતી કે ભાજપને તડકે મૂકીને કોંગ્રેસ તથા એનસીપીના ટેકાથી સરકાર રચીને ઉદ્ધવના પુત્ર આદિત્યને મુખ્ય પ્રધાન બનાવી દેવો.પરંતુ હવે શરદ પવારે કરેલી સ્પષ્ટતાથી એક વાત નક્કી છે કે શરદ પવાર શિવસેના સાથે સરકાર રચવાના મૂડમાં નથી. શિવસેનાના એક વિકલ્પનો આ રીતે છેદ ઊડી ગયો હતો.શિવસેના એ વાત પર અકડી છે કે ભાજપે એની સાથે 50-50ની વહેંચણી કરવી એટલે કે વિધાનસભાની પાંચ વર્ષની મુદતમાં અઢી વર્ષ ભાજપના મુખ્ય પ્રધાન રહે અને અઢી વર્ષ શિવસેનાના મુખ્ય પ્રધાન રહે. ભાજપને આ વાત સ્વીકાર્ય નથી.


Download Our B K News Today App



Related News