‘સપનું સાકાર થયું, કાશ્મીરના વિકાસની નવી દીશા ખુલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-06 13:59:19
  • Views : 496
  • Modified Date : 2019-08-06 14:00:29

આજની સવારનો સૂરજ અમારા માટે આઝાદી લઈને આવ્યો છે, ગઈકાલે દેશની સંસદમાં કાશ્મીરને આઝાદ કરવા માટેના જે નિર્ણયો લેવા તે સાંભળીને કાશ્મીર સહિત અમારા લેહ-લદ્દાખવાસીઓ ઝુમી ઉઠ્યાં હતા. વર્ષોથી ચાલી રહેલી અમારી આ માંગણીને સ્વીકારવામાં આવી. જેનાથી અમારા જીવન ધોરણની સાથે સાથે કાશ્મીરના વિકાસની નવી દીશા ખુલશે, તેવી આશા સાથેનું આ સુર્યનું કિરણ ખીલ્યું છે. આ શબ્દો છે લેહવાસી યુવાન સ્ટેનઝીન ચોસ્ગ્યાલના. કે જેમણે DivyaBhaskar સાથે પોતાની લાગણીઓ શેર કરી હતી.અમે વર્ષોથી લેહ યુનિયન ટેરેટરી બને તેમ ઇચ્છતા હતાં’આજે સવારે DivyaBhaskarએ કેન્દ્ર સરકારે આર્ટિકલ 370 અને લેહ-લદ્દાખને જાહેર કરેલા કેન્દ્ર શાસિત પ્રદેશ અંગે લેહવાસીનો સંપર્ક કરવાના અનેક પ્રયાસો કર્યા હતા. આ પ્રયાસો દરમિયાન લેહવાસી યુવાન સ્ટેનઝીન ચોસ્ગ્યાલનો સંપર્ક થયો હતો. DivyaBhaskar સાથે એક્સક્લુઝિવ વાત કરતા સ્ટેનઝીન ચોસ્ગ્યાલે ભાવુક થઈને જણાવ્યું હતું કે, આજે અમારૂં સપનું સાકાર થયું છે. અમે વર્ષોથી લેહ યુનિયન ટેરેટરી બને તેમ ઇચ્છતા હતાં. અમારી વર્ષોની તપસ્યાનું આજે ફળ મળ્યું છે. મોદીજીએ લીધેલો નિર્ણય અમારા જીવન ધોરણ બદલીને વિકાસની એક નવી દીશા ખોલી શકે છે. જે કામ 70 વર્ષમાં ના થયું તે કામ નરેન્દ્ર મોદી સરકારે 70 દિવસમાં કરી બતાવ્યું છે.‘હવે લાગે છે કે ખરેખર હવે અમારો સાચો વિકાસ થશે’છેલ્લા કેટલાક દિવસથી વાતો ચાલતી હતી કે, જમ્મુ-કાશ્મીરમાં કંઇક થશે અને જે થશે તે ઈતિહાસ રચશે એવી વાતોથી અમારા બિઝનેસને અસર પહોંચી હતી. અમે સતત ઉચાટમાં રહેતા હોવા છતાં મોદીજી અને તેમની સરકાર પર અતૂટ વિશ્વાસ હતો. સોમવારે આખો દિવસ જમ્મુ-કાશ્મીરમાંથી લેહને યુનિયન ટેરેટરી બનાવવાની વાત થતા સમગ્ર લેહવાસીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. મને અત્યારે પણ ઝુમવાનું અને ગાવાનું મન થાય છે. હું એકદમ રોમાંચિત થયો છું, આજની સવાર અમારા માટે આઝાદીની સવાર જેવી લાગે છે. અમને હવે લાગે છે કે ખરેખર હવે અમારો સાચો વિકાસ થશે. અહીં આવતા પ્રવાસીઓમાં વધારો થશે. તેમજ પાયાની સુવિધાઓ તથા સ્થાનિકોના જીવનમાં પરિવર્તન આવી જશે તેવું મારું સ્પષ્ટ માનવું છે. મારી સાથે સાથે સાથે સમગ્ર લેહ-લદ્દાખવાસીઓ આ નિર્ણયથી આનંદ અને ઉત્સાહમાં છે.ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભા આર્ટિકલ 370ને નાબૂદ કરવાનો પ્રસ્તાવ મુક્યા બાદ 70 વર્ષનો ઈતિહાસ પલટાયો હતો. કેન્દ્ર સરકારના આ ઐતિહાસિક નિર્ણયને પગલે કરોડો દેશવાસીઓમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી. તેની સાથે સાથે આ નિર્ણયની લાખો કાશ્મીરીઓ પર પણ અસર થશે.

Download Our B K News Today App



Related News