દિયોદરના ગોલવી ગામે જાગમાયા ધામે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-10 15:24:04
  • Views : 420
  • Modified Date : 2020-02-10 15:24:04

દિયોદરના ગોલવી ગામે જાગમાયા ધામે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું 

દિયોદર તાલુકામાં ગોલવી ગામે જાગમાયાના ધામે ભક્ત કપુરદાસ તથા ઠાકરાભાઈ દ્વારા સુંદર સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ ગણપતી વંદના કરી કાર્યક્રમનો દોર આગળ વધારતા આમંત્રીત મહેમાનો, સંતો, મહંતો તેમજ ભક્ત મંડળો દ્વારા સંતવાણીની રમઝટ બોલાવવામાં આવી હતી. ત્યારબાદ સંતોનું સામૈયું કરવામાં આવ્યું હતું અને દરેક ભક્તોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રસાદ અને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સમસ્ત ગોલવીયા પરિવાર, ગામના યુવાનો તેમજ શંકરદાસ મહારાજ પરબતભાઈ, સ્વરૂપદાસ, જેસુંગજી તેમજ ગામ લોકોએ હાજર રહી રાત્રે ભજન અને સવારમાં ભોજનની મોજ માણી હતી. 



Download Our B K News Today App



Related News