સંત શ્રી રાજારામ ગુરૂકુળ પાલનપુર દ્વારા અભિયોગ્યતા કસોટી ભાગ-ર યોજવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 12:17:29
  • Views : 674
  • Modified Date : 2019-04-29 12:18:28

સંત શ્રી રાજારામ ગુરૂકુળ પાલનપુર દ્વારા અભિયોગ્યતા કસોટી ભાગ-ર યોજવામાં આવીપાલનપુરના એરોમાં સર્કલથી દોઢ કિલોમીટર દૂર ડીસા હાઈવે સ્થિત શૈક્ષણિક સંકુલ સંતશ્રી રાજારામ ગુરૂકુળ દ્વારા વિદ્યાર્થીઓ એવા જ્ઞાન થી ભવિષ્યમાં આગળ વધી શકે તે હેતુથી મંત્રી ગમનભાઈ પટેલ તથા નિયામક વેલજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અભિયોગ્યતા કસોટીના એક પાયલોટ પ્રોજેકટ અતર્ગત કુલ ૧૮ ગામડાઓના ધોરણ ૮ માં અભ્યાસ કરતાં કુલ ૮૦૦ વિદ્યાર્થીઓની કસોટી લેવામાં આવી હતી. જેમાંથી ૪પ૦ વિદ્યાર્થીઓનું મેરીટના આધારે સિલેકશન થયેલ હતું. આ વિદ્યાર્થીઓનું અભિયોગ્યતા કસોટીનો બીજા રાઉન્ડ તા.ર૮ એપ્રિલ,ર૦૧૯ રવિવારના રોજ સંત રાજારામ ગુરૂકુળ ના કેમ્પસમાં યોજવામાં આવેલ હતો. જેમાં ૩પ૦ જેટલા વિદ્યાર્થીઓ અને ૩૦૦ થી વધારે વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રથમ નંબરે સમસેતા મમતા વિનોદભાઈ (કુશ્કલ), બીજા નંબરે હર્ષકાંતિભાઈ પ્રજાપતિ (ખોડલા), ત્રીજા નંબરે કોમલબેન બેચરભાઈ પ્રજાપતિ(જાડનાપુરા) અને પ્રિયંકા નાનજીભાઈ ચૌધરી (ખોડલા) ઉતિર્ણ થયેલ છે.વિધાર્થીઓની સાથે તેમના વાલીઓને પણ નિયામક વેલજીભાઈ પટેલ  ના હસ્તકે ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રોગ્રામનું સંચાલન  ધો.૧૦ ના વર્ગ શિક્ષક  હિતેશભાઈ માંગરોલા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સંસ્થા વિશેની માહિતી  મુકેશભાઈ પટેલે આપી હતી. તેમજ સ્ટાફ મિત્રોના  સારા એવા સહકારથી પ્રોગ્રામને  સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News