લાખણીમાં આંજણા ચૌધરી સમાજ દ્વારા સંત રાજારામજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 07:04:33
  • Views : 480
  • Modified Date : 2019-04-15 07:04:33

ભારતભરના આંજણા ચૌધરી સમાજના કુળગુરુ સંત શ્રી રાજા રામજીનો જન્મ રામનવમીના પાવન દિવસે રાજસ્થાનના શિકારપુરા ગામે થયો હતો જેમણે પોતાના જીવન કાળ દરમિયાન પ્રભુનું ભજન કરી સમાજને શિક્ષિત  સંગઠિત અને વ્યસનમુક્ત બનવાની પ્રેરણા આપી હતી. જે સંત શ્રી રાજારામજીની ગતરોજ ૧૩૭ મી જન્મ જયંતિ હોઈ આંજણા ચૌધરી સમાજ દ્વારા ઠેર ઠેર જન્મ જયંતિની ઉજવણી કરી હતી. તો બનાસકાંઠાના લાખણી ખાતે આવેલ સંત શ્રી રાજારામજીના નિજ મંદિરે  મોટી સંખ્યામાં આંજણા ચૌધરી સમાજ ઉપસ્થિત રહી અને નાચ ગાન સાથે સંત શ્રી રાજેશ્વર ભગવાનની ધામ ધૂમ પૂર્વક જન્મ જયંતિની ઉજવણી કરી હતી અને નિજ મંદિરે ભવ્ય લોકમેળો પણ ભરાયો હતો. આ મેળામાં રાજસ્થાનનું પ્રખ્યાત ગેરનૃત્ય યોજાયું હતું જે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.


Download Our B K News Today App



Related News