સંસદમાં વડાપ્રધાન મોદીને મળ્યા તેમના ખાસ દોસ્ત, PMએ શેર કરી તસવીર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-23 18:07:21
  • Views : 568
  • Modified Date : 2019-07-23 18:07:21

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ઓફિસમાં દરરોજ મહેમાનો સાથે મુલાકાત કરતા હોય છે. આ મહેમાનોમાં વિદેશી પ્રમુખથી લઈને મોટી હસ્તીઓ પણ હોય છે પરંતુ મંગળવારે તેમના એક ખાસ મહેમાન મળવા આવ્યા. જેની તસવીરો પીએમ મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. વડાપ્રધાન આ તસવીરોમાં એક નાના બાળક સાથે રમતા જોવા મળી રહ્યા છે.ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરને શેર કરતા વડાપ્રધાને કેપ્શન લખ્યુ કે આજે સંસદમાં એક ખાસ દોસ્ત મારી મુલાકાત માટે આવ્યા છે. આ નાનુ બાળક કોણ છે તેની જાણકારી નથી પરંતુ સોશ્યલ મીડિયા પર વડાપ્રધાન મોદી અને તેમના ખાસ દોસ્તની આ તસવીર પોસ્ટ થતા જ વાયરલ થઈ ગઈ છે.

Download Our B K News Today App



Related News