ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ૨૦૧૯ ગુરૂ ગરીમા શિબિર અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-17 16:34:40
  • Views : 857
  • Modified Date : 2019-12-17 16:34:40


અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અંતર્ગત દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સમગ્ર દેશભરમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા લેવામાં આવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ તાલુકા સ્થળે યોજાયેલી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ઉતિર્ણ થયેલ વિદ્યાર્થીઓની જિલ્લાકક્ષાની પૂનઃ મૂલ્યાંકન કસોટી યોજવામાં આવી હતી.બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકામાં આ પરીક્ષામાં પ્રથમ આવનાર બે વિદ્યાર્થીઓનો સન્માનસમારંભ યોજાયો હતો. દરેક તાલુકામાંથી પ્રથમ બે આવનાર વિદ્યાર્થીઓની પૂનમ મૂલ્યાંકન કસોટી લઈને તેમાં જિલ્લા સ્તરે ધોરણ ૫ થી ૧૨ સુધીના દરેક વિભાગમાંથી પ્રથમ આવનાર વિદ્યાર્થીઓના નામ ઘોષિત કરવામાં આવ્યા હતા. થરાદ ખાતેની ગાયત્રી વિદ્યાલય ખાતે યોજાયેલા ગુરૂ ગરિમા શિબિર અને છાત્ર સન્માન સમારોહમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તાલુકાઓમાંથી વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા કક્ષાની પુનઃમૂલ્યાંકન કસોટીમાં પ્રથમ અને દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માન કરાયું હતું. જેમાં ધોરણ ૫ માં પ્રથમ ક્રમે નિરૂ મુકેશભાઈ દેસાઇ કે.બી.અગ્રવાલ સ્કૂલ ડીસા, દ્વિતીય ક્રમે દર્શન ભાનુપ્રસાદ ઓઝા અણદાજી ગોળીયા પ્રા. શાળા વડગામડા તા.ડીસા, ધોરણ ૬ માં પ્રથમ ક્રમે ચિરાગ રમેશભાઈ સુથાર કંસારી પ્રા.શાળા તા.ડીસા. બીજા ક્રમે અશોક પરબતભાઇ સેંગલ બુઢણપુર પ્રા.શાળા તા.થરાદ. ધોરણ ૭ માં પ્રથમ ક્રમે વિષ્ણુ ખેંગારભાઇ રબારી ઇન્દિરાનગર (સમશેરપુરા ) પ્રા શાળા તા. ડીસા, બીજા ક્રમે સુમિત હિતેશભાઈ રાવલ રાણપુર ઉ.વાસ પ્રા. શાળા તા. ડીસા. ધોરણ ૮ માં પ્રથમ 


Download Our B K News Today App



Related News