પ્રેમ માટે સજળ નયને સંકલ્પ કરવાનો હોય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-17 16:48:38
  • Views : 499
  • Modified Date : 2019-12-17 16:48:38

પ્રેમ એ બ્રહ્માંડીય વિભાવના છે. સ્થળ-કાળ સાથે એને લેવા-દેવા નથી. ભારતીય દર્શન આ બાબતે ઘણું-ઘણું કહે છે, તો જુગ જૂનો સૂફિયાના કલામ પણ પ્રેમનો મહિમા જાણે છે. પ્રેમનાં વિવિધ સ્વરૂપો છે. આ એક એવો ભાવ છે, જે વ્યક્તિએ-વ્યક્તિએ જુદો અર્થ જન્માવી શકે. કોઈ એમ કહે કે તે પ્રેમી છે, તો તેના વિશાળ અર્થો હોઈ શકે. માત્ર યુવક-યુવતી વચ્ચે હોય એ જ પ્રેમ, એ માન્યતા ખોટી છે. કયાં છે પ્રેમનાં સ્વરૂપો? આવો જોઈએ.નારંગત પ્રેમપ્રેમ તો છે પણ કોઈ રંગત નથી, રસ નથી. પૂજા કરે પણ જલદી ઓફિસે જવું હોય છે, ચાલો જલદી પૂજા કરી લઈએ. શાલીગ્રામને નવડાવશું નહીં, ધોઈ લેશું. પ્રેમમાં તો રંગ હોય છે, તે રસમય હોય છે, એ રસનું વર્ણન કરવું શક્ય નથી. આપણા સહુમાં પ્રેમની સંપદા છે પણ એ પ્રેમ મોટેભાગે નારંગત પ્રેમ હોય છે. ઠાકુરને કહો, મોહ આપો, ક્રોધ આપો પણ તેની સાથે પ્રેમ આપો. પ્રેમ સહુમાં ન હોય એ શક્ય નથી. તે આપણે બહાર ન લાવી શકીએ એમ બને. ઠાકુરને જોઈને આંસુ આવે તો સમજી લો કે રંગત આવી ગઈ છે. ના જેવો છે ના-રંગત પ્રેમપારંગત પ્રેમજેમ કે, કોઈ માણસ કોઈ કળામાં કુશળ છે. કોઈ કળામાં પારંગત છે. સૂફીએ કહ્યું, કોઈનામાં હોશિયારી હોય એવી આ વાત છે. ચોથા ભાગનો કે પા ભાગનો પ્રેમ હોય એ પારંગત પ્રેમ છે.પૂજા કરીએ છીએ પણ એક કલાક માટે કે સવારે બે-ત્રણ કલાક સુધી પ્રેમ છે, પૂજા છે પણ પછી દુનિયાદારીમાં પડી ગયા, ભોગમાં સરી પડયા. પારંગત પ્રેમ થોડો જુદો છે. પ્રેમમાં બે વાત યાદ રાખોઃ (૧) આંસુ અને (૨) આશ્રય. જ્યાં આંસુ નથી, જ્યાં આશ્રય નથી ત્યાં પ્રેમ નથી. શ્યામ રાધા પર આશ્રિત છે, રાધા શ્યામ પર આશ્રિત છે. પ્રેમથી દૃઢાશ્રય થાય છે. જે પ્રમાણે ‘પારંગત’ શબ્દ માટે આપણે કહીએ છીએ કે તે આ વિષયમાં પારંગત છે, કુશળ છે. કોઈ ચિત્રકલામાં તો કોઈ અન્ય કળામાં, કોઈ બોલવામાં તો કોઈ ગાવામાં પારંગત છે, પરંતુ સૂફીએ આ શબ્દને એ અર્થમાં લીધો કે તે કેટલાય લોકોમાં રંગતવાળો પ્રેમ હોય છે, પરંતુ તેમાં હોશિયારીવાળી વાત પણ આવે છે. તેમાં પ્રેમનો રંગ હશે તો કેવળ પા-રંગત હશે, પૂર્ણ રંગત નહીં હોય. કહે છે કે પ્રેમમાં સમાનતા હોય છે, પરંતુ પ્રેમનો અનુભવ મળે તો બે વાત યાદ રાખજો. પ્રેમમાં બે વાત જરૂર હોય છે અશ્રુ અને આશ્રય. રાધેજૂ શ્યામ આશ્રિત, શ્યામ રાધેજૂ આશ્રિત. અશ્રુ અને આશ્રય વગર પ્રેમ સફળ ન થાય. પ્રેમમાં તો દૃઢાશ્રય હોય છે. જો પ્રેમ પ્રસ્તુત કરવા ઈચ્છો તો અશ્રુ અને આશ્રયને ભૂલતા નહીં. અમુક પ્રેમ એવો હોય છે કે જેમાં રંગત હોય છે પણ તે પા-રંગત હોય છે.કારંગત પ્રેમપ્રેમમાં કુશળતા, થોડી આવડત, થોડી માહિતી, થોડો ભરોસો, થોડો રસ લાગ્યો, પછી ગયો. થોડું ભજન ગયું, પછી રસ ન રહ્યો. ભક્ત ત્રણવાર રડે છેઃ જ્યારે ઈશ્વર દેખાય નહીં ત્યારે, ભગવાનની ઝાંખી થાય અને પછી જતો રહે ત્યારે તથા ત્રીજીવાર જ્યારે ભગવાન પૂરેપૂરા મળી જાય ત્યારે.ત્યારે તો તે ભગવાનની કરુણાને લીધે રડતા જ રહે છે. ‘કારંગત’ શબ્દ ‘કારગત’ શબ્દ ઉપરથી બન્યો છે, પ્રેમમાં કુશળતા, પ્રેમમાં થોડી પહોંચ, પ્રેમમાં થોડીથોડી માહિતી, થોડો થોડો ભરોસો. થોડો સૂઝકો પડી ગયો, થોડો પ્રવેશ થઈ ગયો. પ્રભુમાં થોડો રસ જાગ્યો, ફરી ગયો. ફરી જાગ્યો, ફરી ગયો.


Download Our B K News Today App



Related News