10 વર્ષ બાદ ફરી એકવાર ‘સંજુ બાબા’ રાજનીતિના મેદાનમાં,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-26 12:15:25
  • Views : 591
  • Modified Date : 2019-08-26 12:15:25

બોલિવૂડ અભિનેતા સંજય દત્ત લગભગ 10 વર્ષ બાદ એકવાર ફરી રાજનીતિના મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. મહારાષ્ટ્રના એક મંત્રીએ આ દાવો કર્યો છે. રાષ્ટ્રીય સમાજ પક્ષ પાર્ટી (RSP) સંસ્થાપક એવમ્ કેબિનેટ મંત્રી મહાદેવ જાનકરે રવિવારે કહ્યું કે સંજય દત્ત 25 સપ્ટેમ્બરે એની પાર્ટીમાં શામેલ થવાના છે. ઉલ્લેખનીય છે કે (RSP) એ મહારાષ્ટ્રમાં સત્તારુઢ ભાજપ પાર્ટીની સહયોગી પાર્ટી છે. પશુપાલન અને ડેરી વિકાસ મંત્રી મહાદેવ જાનકરે પાર્ટીનાં કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ ઘોષણા કરવામાં આવી છે.તેણે કહ્યું કે અમે અમારી પાર્ટીનો વિકાસ કરવા માટે ફિલ્મ ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે. જેનાં સિલસિલામાં સંજય દત્ત પણ 25 સપ્ટેમ્બરે RSP જોઈન કરવાનાં છે. સંજય દત્ત 2009માં સમાજવાદી પાર્ટીનાં ટિકિટ પર લખનઉ લોકસભા લડવા માટે મેદાને ઉતર્યા હતા પરંતુ અદાલતમા સજાનાં કારણે તેને પાછળ હટવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે સંજય દત્ત સપાના મહાસચિવ પણ રહી ચૂક્યાં છે.સંજય દત્તને 1992માં મુંબઈ બોમ્બ ધમાકાના મામલામાં એકે-47 રાખવાનાં ગુનામાં સજા સંભળાવવામાં આવી હતી. હવે સંજય દત્તે પોતાની સજા પુરી કરી લીધી છે. હાલમાં જે લોકસભા ગઈ એમાં સંજય દત્તે પોતાની બહેન માટે પ્રચાર કર્યો હતો. સંજયના પિતા સુનીલ દત્ત કોંગ્રેસના મોટા નેતા હતા. ઉલ્લેખનીય છે કે દત્ત પરિવારનો કોંગ્રેસ સાથે જુનો નાતો છે.

Download Our B K News Today App



Related News