બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેની પ્રજાજનોને જાહેર અપીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-24 14:07:48
  • Views : 1068
  • Modified Date : 2020-03-24 14:07:48

બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેની પ્રજાજનોને જાહેર અપીલ


બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જિલ્લાના તમામ નાગરિકોને જાહેર અપીલ કરી કે, હાલમાં સમગ્ર દેશમાં તેમજ રાજ્યમાં કોરોનાના સંક્રમણનો ફેલાવો વધી રહ્યો જણાય છે તે જોતા રાજ્ય સરકારની સૂચના મુજબ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લાં ૧ માસ દરમ્યાન વિદેશથી આવેલા ખાસ કરીને હાલમાં જે દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ વ્યાપક રીતે ફેલાયેલ છે તેવા દેશો સહિત વિદેશ પ્રવાસથી પરત ફરેલા તમામ મુસાફરોના સ્વાસ્થ્યની તબીબી ચકાસણી વિશાળ જાહેર હિતમાં અત્યંત જરૂરી છે. તા.૦૧ લી માર્ચ-૨૦૨૦ બાદ બનાસકાંઠા જિલ્લાના જે પણ નાગરિકો અથવા બનાસકાંઠા જિલ્લામાં હાલમાં હાજર હોય તેવા વિદેશ પ્રવાસથી પરત ફરેલ કોઇપણ મુસાફર કે જેમના

 સ્વાસ્થ્યની ચકાસણી બાકી હોય તેમણે બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર તાત્કાલિક જાણ કરવા વિનંતી છે. ડીસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સંપર્ક નં.૦૨૭૪૨-૨૫૦૬૨૭ અથવા ૦ર૭૪ર-૧૦૭૭ ઉપર સંપર્ક કરવા બનાસકાંઠા કલેકટરે જણાવ્યું છે.  આ વિગતો આપનાર તમામ નાગરિકોની સ્વાસ્થ્ય વિભાગની ટીમો દ્વારા પુરતુ મેડીકલ ચેકઅપ કરવામાં આવશે. તેમજ તેમના કુટુંબ તથા રહેણાંકના સ્થળની આસપાસના વ્યક્તિઓને મેડીકલ ટીમના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. દેશના એક જાગૃત નાગરિક તરીકે દેશ તેમજ સમાજ પ્રત્યે આપણી ફરજ સમજી તમારી માહિતી આપી કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા તમારો અમૂલ્ય ફાળો આપવા બનાસકાંઠા કલેકટરે જાહેર અપીલ કરી છે.          


Download Our B K News Today App



Related News