નાગરિક બિલ ઃ આસામમાં Âસ્થતિ વણસી, સંચારબંધી અમલી કરાઈગુવાહાટી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-13 14:01:41
  • Views : 415
  • Modified Date : 2019-12-13 14:01:41


નાગરિક સુધારા બિલ સંસદમાં પાસ કરવામાં આવ્યા બાદ આની સામે જારદાર દેખાવો દેશના કેટલાંક ભાગોમાં જારી છે. આસામ અને ત્રિપુરાના કેટલાંક ભાગોમાં સંચારબંધી લાગુ કરવાની ફરજ પડી હતી. વિસ્ફોટક Âસ્થતિ વચ્ચે આજે ગુવાહાટીમાં લોકોએ સંચારબંધીનો ભંગ કર્યો હતો. રાજ્યમાં વિસ્ફોટક Âસ્થતિ વચ્ચે સેનાએ ફ્લેગમાર્ચ કરીને વિશ્વાસ જગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અધિકારીઓની બદલીઓનો દોર પણ શરૂ થયો છે. પોલીસ કમિશનરને દૂર કરવામાં આવ્યા છે. હિંસાને રોકવા માટે પોલીસને ઘણી જગ્યાએ ગોળીબાર કરવાની ફરજ પડી હતી. ગુવાહાટીમાં પોલીસ કમિશનર દિપકકુમારને દૂર કરવામાં આવ્યા છે તેમની જગ્યાએ મુન્નાપ્રસાદ ગુવાહાટીના નવા પોલીસ કમિશનર બન્યા છે. બીજી બાજુ આસામના એડિશનલ પોલીસ મહાનિર્દેશક મુકેશ અગ્રવાલને એડીજીપી (સીઆઈડી) તરીકે બદલી દેવામાં આવ્યા છે. ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ મુકાયો છે. આજે પોલીસને ગોળીબાર કરવાની પણ ફરજ પડી હતી. ભાજપના નેતાઓના આવાસ ઉપર પણ હુમલા કરવામાં આવ્યા હતા. ભાજપ અને આસામ ગણ પરિષદના નેતાઓના આવાસ પર હુમલા કરાયા હતા. ડિબ્રુગઢમાં સંચારબંધી લાગૂ કરવામાં આવી છે. નાગરિક સુધારા બિલને લઇને જારી વિરોધ પ્રદર્શન અને વ્યાપક હિંસા વચ્ચે કાનુન અને વ્યવસ્થાની Âસ્થતી વણસી રહી છે ત્યારે Âસ્થતીને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. Âસ્થતીને કાબુમાં લેવા માટે સૈનાની બે ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે. આસામના ૧૦ જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા પણ પૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે. બીજી બાજુ ત્રિપુરામાં પણ હાલત કફોડી બની રહી છે. ત્રિપુરામાં વિરોધ પ્રદર્શન જારી છે. આસામ રાઇફલ્સના જવાનોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. આસામ રાઇફલની એક એક ટુકડીને ત્રિપુરાના કંચનપુરા અને મનુમાં તૈનાત કરવામાં આવી છે. પરીક્ષાને સ્થગિત કરવામાં આવી છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. આસામમાં તો કેટલીક ફ્લાઇટો રદ કરવામાં આવી છે.નાગરિક સુધારા બિલને લઇને દેશના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન અને હિંસા જારી છે. આસામમાં સૌથી વિસ્ફોટક Âસ્થતિ સર્જાઈ ગઈ છે. પ્રદર્શન વધુ તીવ્ર બનતા અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે. સેનાને પણ બોલાવવાની ફરજ પડી છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ પ્રદર્શન દરમિયાન રાજ્ય સચિવાલયની પાસે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. પોલીસે દેખાવકારો ઉપર ટીયરગેસના સેલ છોડ્યા હતા. 


Download Our B K News Today App



Related News