લોકસભાની ચૂંટણીમાં પોલિંગ સ્ટાફને ભોજન વ્યવસ્થા મધ્યાહન ભોજન સંચાલકોએ કરવાનું પણ ચુકવણું કોણ કરશે ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-23 06:12:13
  • Views : 483
  • Modified Date : 2019-04-23 06:12:13

દિયોદર વિભાગમાં લોકસભાની ચૂંટણી પોલિંગ સ્ટાફ માટે ભોજન વ્યવસ્થા મધ્યાહન ભોજન સંચાલકોએ કરવાનું તેવું તઘલઘી સૂચન કોઈજ પરિપત્ર વિનાનું મળેલ છે. પોલિંગ સ્ટાફનું ભોજન વ્યવસ્થાનું ચુકવણું કોણ કરશે જે યક્ષ પ્રશ્ન ઉભો થયો છે. પોલિંગ માટે આવતા સ્ટાફને ભોજનનું ભથ્થું  ચૂકવાય જ છે તો પછી આવી સુચનાઓ કેમ ? અને જો મધ્યાહન ભોજન સંચાલકોને
પોલિંગ સ્ટાફને જમાડવાની
ફરજીયાત તઘલઘી સૂચનાઓ અપાતી હોય તો એક ગરીબ મધ્યાહન ભોજન સંચાલકોને કમાવું કાઈ નહીં અને ખર્ચો ૩ હજારથી વધુનો પડશે. જે કોઈ ચૂકવશે નહીં જે ખરેખર તંત્રનો બિનધિકૃત અને તઘલઘી નિર્ણય કહી શકાય. આ પોલિંગ સ્ટાફને ભોજન વ્યવસ્થાનો ખર્ચ ભથ્થામાંથી કાપી અપાય તે જરૂરી બાકી ઇલેક્શન કમિશન આટલો મોટો ખર્ચ કરીને સુચારૂ વ્યવસ્થા ગોઠવી શકતું હોય તો આ પોલિંગ સ્ટાફને જમવાનો ખર્ચ મધ્યાહન ભોજન સંચાલકોને ચૂકવાય તે આ તબ્બકે જરૂરી છે. બાકી દબાતી જુબાનમાં સંચાલકો કાંઈ કહેવા તૈયાર નથી. શાનમાં સમજી જાય તો સારૂ.


Download Our B K News Today App



Related News