સમુદ્રની અંદર જહાજમાં આગ, ક્રૂ મેમ્બરોએ બચવા પાણીમાં છલાંગ લગાવી, 1 લાપતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-12 16:45:20
  • Views : 509
  • Modified Date : 2019-08-12 16:45:20

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં બંગાળની ખાડીમાં કાર્યરત એક જહાજમાં સોમવારે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. થોડા જ સમયમાં આગે સમગ્ર જહાજને પોતાની ઝપેટમાં લઇ લીધું. જે સમયે આગી લાગી હતી તે સમયે જહાજમાં 29 ક્રૂ મેમ્બર મુસાફરી કરી રહ્યા હતા. આગ લાગ્યા બાદ તમામ લોકોએ ઉંડા સમુદ્રમાં છલાંગ લગાવી દીધી હતી. ઘટના સ્થળે પહોંચેલા ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે 28 લોકોને બચાવી લીધા છે, જ્યારે એક વ્યક્તિ લાપતા છે. તેમની તપાસ શરૂ છે. સવારે 11:30 વાગ્યે જહાજમાં આગ લાગી હતી.વિશાખાપટ્ટનમમાં જે જહાજમાં આગ લાગી છે, તે ઓફશોર સપોર્ટ વેસલ કોસ્ટલ જગુઆર છે. આ જહાજ સમુદ્રમાં આવનાર મોટા જહાજોમાં લોજિસ્ટિક્સ સામગ્રી સપ્લાય કરવામાં કામ આવે છે. સોમવારે તેમા અચાનક આગ લાગી હતી. ત્યારબાદ તમામ ક્રૂ મેમ્બર બચવા માટે સમુદ્રમાં કૂદી ગયા હતા. જહાજમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. એક ક્રૂ મેમ્બરને શોધવા માટેના પ્રયત્નો શરૂ કરાયા છે.

Download Our B K News Today App



Related News