સ્માર્ટ ટ્રેકિંગ ડિવાઈસ ‘ગેલેક્સી સ્માર્ટ ટેગ’ પર કામ કરી રહી છે સેમસંગ, એપલને ટક્કર મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-03 13:39:44
  • Views : 309
  • Modified Date : 2020-12-03 13:39:44

    સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ તેના પોર્ટફોલિયોમાં સતત વધારો કરી રહી છે. કંપની સ્માર્ટ ટ્રેકિંગ ઓબ્જેક્ટ સેગમેન્ટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. એક રિપોર્ટ પ્રમાણે, કંપની સેમસંગ સ્માર્ટ થિંગ્સ ઈકોસિસ્ટમ પોર્ટફોલિયો હેઠળ સ્માર્ટ ટ્રેકર પર કામ કરી રહી છે, જેની જાહેરાત આ વર્ષની શરૂઆતમાં થઈ હતી.આ ટેક્નોલોજી એવી જ છે, જે એપલ પોતાના બ્લુટૂથ ઈનેબલ્ડ ઓબ્જેક્ટ ટ્રેકર એરટેગ્સ સાથે રજૂ કરશે. એપલ કેટલાક સમયથી ટાઈલ ટ્રેકર્સ પર કામ કરી રહી છે. જોકે, ઓફિશિયલ તે ક્યારે લોન્ચ થશે તેના વિશે માહિતી સામે આવી નથી.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ડિવાઈસને ગેલેક્સી સ્માર્ટ ટેગ કહેવામાં આવી શકે છે. તેને ઈન્ડોનેશિયાની ઓથોરિટીઝ દ્વારા તેના મોડેલ નંબર EI-T5300 સાથે સર્ટિફાઈડ કરવામાં આવ્યું હતું.

  •     એક સ્માર્ટ ટ્રેકિંગ ડિવાઈસનો પ્રાથમિક હેતુ એ છે કે તમે તમારા પર્સનલ સામાન જેમ કે, બેગ, ગેજેટ અથવા એક વ્યક્તિનું ધ્યાન રાખી શકો.સ્માર્ટ ટ્રેકિંગ ડિવાઈસને કોઈ પણ ઓબ્જેક્ટ સાથે કનેક્ટ કરી શકાય છે અને એપની મદદથી તેનું લોકેશન ટ્રેક કરી શકાય છે.સામાન્ય રીતે ટ્રેકરનો આકાર નાનો હોય છે અને એક ઈનબિલ્ટ લોન્ગ લાઈફ બેટરી પેક સાથે આવે છે, જે મહિનાઓ સુધી ચાલે છે.હાલ ઘણા થર્ડ પાર્ટી વેન્ડર્સ છે, જે સ્માર્ટ ટ્રેકિંગ ડિવાઈસનો સપ્લાય કરે છે અને 500 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીમાં અવેલેબલ છે.સેમસંગ માટે આ પ્રથમ ટ્રેકર નથી.આ સ્માર્ટ ટ્રેકિંગ ડિવાઈસ પર સેમસંગનો પ્રથમ ટ્રાયલ નથી. કંપનીએ આશરે 2 વર્ષ પહેલાં સ્માર્ટ થિંગ્સ LTE ઈનેબલ ટ્રેકર લોન્ચ કર્યું છે.ગેલેક્સી સ્માર્ટ ટેગ કોઈ પણ પ્રકારની કનેક્ટિવિટી પર કામ કરે છે.આ ડિવાઈસ એન્ડ્રોઈડ 8 અને તેની ઉપરના તમામ વર્ઝન પર સપોર્ટ કરે છે.આશા છે કે નવા સ્માર્ટ ટ્રેકરને અપકમિંગ સેમસંગ ગેલેક્સી S21 સિરીઝ સાથે લોન્ચ કરવામાં આવે. તેનું લોન્ચિંગ આવતા વર્ષે જૂન મહિના સુધીમાં થઈ શકે છે.

Download Our B K News Today App



Related News