ફાગણી પૂનમે શામળાજી અને ખેડબ્રહ્મામાં ભક્તો હોળી - ભક્તિના રંગે રંગાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 10:38:13
  • Views : 354
  • Modified Date : 2020-03-11 10:38:13

 હોળીના પાવન પર્વે યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળીયાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતુ. હજારો ભક્તો ભગવાનના અબીલ ગુલાલના રંગે રંગાયા હતા અને હોળીની ઊજવણી કરી હતી. ઠાકોરજીની શણગાર આરતી સમયે શામળીયાને પૂજારી અને મુખ્યાજી દ્વારા ચાંદીની પિચકારીમાં કેસુડાંનો રંગ ભરી તેમજ અબીલ ગુલાલની છોળો ઉડાડી હોળી રમાડાઈ હતી. હોળી ઉત્સવ છેલ્લા પંદર દિવસ આગાઉ વસંત પંચમી થી રમાડવાનું શરુ કરાય છે અને હોળી અને ધૂળેટી સુધી રમાડવામાં આવે છે. આ સમયે ઠાકોરજીને માત્ર સફેદ રંગના કોટનના વસ્ત્રો ધરાવાય છે. ફાગણી પૂનમે યાત્રાધામ ખેડબ્રહ્મામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા અને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સવારથી જ મા નો ચાચર ચોક ભરચક થઈ ગયો હતો. શ્રીફળ, કંકુ, ચુંદડી, પ્રસાદ ચડાવી ભક્તો ધન્ય બન્યા હતા. મંદિર ટ્રસ્ટ તરફથી આવનાર ભક્તોને બુંદી પ્રસાદ અને રૂ.10 માં ભોજન પ્રસાદ આપવામા આવ્યો હતો. ફાગણી પૂનમે ખેડબ્રહ્મા મંદિરે 1 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કર્યા હતા. ભક્તોને કોઇ આગવડ ન પડે તે માટે ટ્રસ્ટી પરસોત્તમભાઈ પટેલ, પ્રવિણસિંહ સોલંકી અને મેનેજર ઘનશ્યામસિંહ રહેવર સહિત સ્ટાફ દ્વારા પૂરતી વ્યવસ્થા કરાઇ હતી.

Download Our B K News Today App



Related News