સમીમાં ડોક્ટર પિતા-પુત્રની કરતૂત, બંનેએ મહિલા દર્દીઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-29 18:23:32
  • Views : 1129
  • Modified Date : 2019-06-29 18:23:32

સમી: ડોક્ટર મહેન્દ્ર મોદી છેલ્લા 30 વર્ષથી સમી બજારમાં ચાર રસ્તા પાસે દવાખાનું ચલાવીને હેવાનિયતની હદ વટાવી હતી. તેણે દીકરા સાથે મળીને એકબીજાની મદદગારીથી દવાખાને સારવાર માટે આવતી મહિલાઓના ચેકઅપના બહાને તેમનું શારીરિક શોષણ કરી મોબાઇલમાં વીડિયો ઉતાર્યું હોવાનું સામે આવ્યું છે. બંનેના ઉતારેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. ત્યારે પીડિત મહિલાઓ સહિતના લોકોએ હોસ્પિટલ જઈને બંનેને જઈ માર માર્યો હતો.
શનિ-રવિ દવાખાને જતો સારવાર કરાવવા આવતી મહિલાઓ સાથે શારીરિક સંબંધોનો ભાંડો ફૂટતાં લોકોએ મહેસાણાના મહેન્દ્ર મોદીની બરાબરની પીટાઈ કરી હતી. દર શનિવાર અને રવિવારે સમી ખાતેના મહેન્દ્ર દવાખાને આવતો હતો. બાકીના દિવસોમાં તેનો દીકરો કિશન વગર લાયસન્સે એ દવાખાનું ચલાવતો હતો. મહિલાઓ સાથેના શારીરિક સંબંધો સમયે ડોક્ટરનો દીકરો પણ સહભાગી થતો હતો. બાપ-દીકરો મહિલાઓના વીડિયો ઉતારતા હતા.
જિલ્લા પોલીસ વડા સમી પહોંચ્યા વીડિયો વાઈરલ થતાં લોકોએ તબીબ અને તેના પુત્રને મેથીપાક ચખડ્યો હતો. બાદમાં પોલીસને હવાલે કરી દીધો હતો. ઘટનાને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પાટણ જિલ્લા પોલીસ વડા શોભાબેન ભૂતડા સમી પોલીસ સ્ટેશન પહોંચી ઘટનાની તપાસ કરી હતી.

Download Our B K News Today App



Related News