ધાનેરાના સામરવાડામાં કરંટ લાગતાં પાટણના યુવકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-25 11:01:35
  • Views : 628
  • Modified Date : 2020-07-25 11:01:35

 ધાનેરા તાલુકાના સામરવાડા ગામે આઇ.ટી.આઇ. ખાતે કામ અર્થે આવેલા એક યુવકને વિજ કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું.જેથી લોકોએ આ યુવકને ધાનેરા સરકારી હોસ્પીટલ ખાતે લાવ્યો હતો. અને ધાનેરા પોલીસ મથકે અકસ્માતે મોતની ફરીયાદ આપી હતી. પાટણના સરસ્વતી તાલુકાના દેલવાડા ગામના દિનેશભાઇ જગાભાઇ રાવલ (ઉં.વ.30 ) ધાનેરા તાલુકાના સામરવાડા ખાતે આવેલ આઇ.ટી.આઇ. કોલેજ ખાતે ઇલેકટ્રીકના મેન્ટેનન્સ કામ માટે બે દિવસ અગાઉ આવેલા હતા અને શુક્રવારે ઇલેકટ્રીકનું કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક માથાના ભાગે લાઇટનો વાયર અડી જતાં તેઓ જમીન ઉપર પટકાયા હતા અને તેમને હોસ્પીટલ લાવે તે પહેલા મોતને ભેટયા હતો.જેથી સાથે કામ કરનાર લોકોએ તેના પરીવારને જાણ કરી હતી અને લાશને પી.એમ. માટે સરકારી હોસ્પીટલ ખાતે રાખી હતી.

Download Our B K News Today App



Related News